સુરતમાં અંગત મિત્રોએ મળીને પોતાના જ મિત્રનું ઢીમ ઢાળી દીધું અને તેની પત્ની...
શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ગઇકાલે રાત્રે ૨૩ વર્ષીય યુવકને તેના જ અંગત મિત્ર જોડે કોઈ વાતે ઝઘડો થતાં મિત્રએ યુવકના પેટના ભાગે ચાકુના ઘા મારી પતાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટના બાદ મહિલા અને પુત્રી નોધારા બની ગયા હતા.
સુરત : શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ગઇકાલે રાત્રે ૨૩ વર્ષીય યુવકને તેના જ અંગત મિત્ર જોડે કોઈ વાતે ઝઘડો થતાં મિત્રએ યુવકના પેટના ભાગે ચાકુના ઘા મારી પતાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટના બાદ મહિલા અને પુત્રી નોધારા બની ગયા હતા.
હવે બ્રાહ્મણો સાથે પણ જાતીના આધારે ભેદભાવ? મહિલાએ હાઇકોર્ટમાં અરજી કરીને જણાવ્યું કે...
સુરત શહેરના વિસ્તારમાં આવેલ એસ.એમ.સી આવાસમાં રહેતો ૨૩ વર્ષીય દીપુ શંકરભાઈ રાઠોડ જેઓ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન કરે છે. ગતરોજ રાત્રે ઘરે જમ્યા પછી ઘર નીચે જ આકાશ નામના મિત્ર જોડે કોઈ વાતે ઝઘડો થતાં બંને વચ્ચે હાથાપાઈ થઇ હતી. ત્યારબાદ આકાશે દીપુને પેટના ભાગે ચાકુના ઘા મારતા અને કમરના ભાગે ફેટ મારતા દીપુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થઇ ગયા હતા.
પંચમહાલની મહિલાએ અપાવ્યું અનોખુ ગૌરવ, મિસિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ પ્રાપ્ત કર્યો
ઘટનાની જાણ પોલીસને કરતા ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બાબતે મૃતક દીપુના નાના ભાઈ દેવાંગએ જણાવ્યુ કે, અમારા પરિવારમાં દિપોની પત્ની અને તેમની છ મહિનાની છોકરી પણ છે. મોટાભાઈ જમીનની નીચે ઉતરિયો એટલે તેના મિત્રએ તેની ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. ગઈકાલે રાત્રે ૯:૩૦ વાગે આ ઘટના બની હતી. આ પેહલા પણ કોઈ ઝઘડો થયો નઈ હતો. ભાઈ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે ત્રણ વર્ષથી કામ કરતો હતો. એમની પત્ની ઘરે જ કામ કરતી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube