સુરત : ગુજરાત કોરોના કાળમાં દરેક પ્રકારે અગ્રણી રહ્યું છે. સ્મીમેર હોસ્પિટલમાં હવે કોરોના દર્દીઓ માટે રોબર્ટ નર્સ સેવા આપશે. સુરતમાં કોરોનાના કાળ દરમિયાન કેટલોક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવવા માટે આનાકાની કરે છે તેવામાં હવે રોબર્ટ નર્સ સેવા આપશે. એલ એન્ડ ટી કંપનીએ સુરત મહાનગરપાલિકાએ ત્રણ રોબોટિક નર્સ અર્પણ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UPSC ની તૈયારી કરતા ગુજરાતીઓએ નહી જવું પડે દિલ્હી, સમગ્ર દેશના નિષ્ણાંતો આવશે અહીં

જયપુરની કંપની દ્વારા આ રોબોટિક નર્સ તૈયાર કરવામાં આવ્યો છે. ફુલ્લી ઓટોમેટિક નર્સ દર્દીઓને દવા અને સાહિત્ય અન્ય જીવન જરૂરી વસ્તુઓ આપી શકશે. મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ આ રોબોટિક નર્સ તૈયાર કરવામાં આવ્યો છે. કોવિડ વોર્ડમાં રોબોટિક નર્સને તહેનાત કરવામાં આવશે.


3 વર્ષનો ટેણીયાની બુદ્ધિ પ્રતિભા જોઇને તમે પણ ઇચ્છશો કે કાશ મારુ બાળક પણ આવું હોય

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના સમય દરમિયાન ગુજરાત દરેક પ્રકારે અગ્રણી રહ્યું છે. પછી તે વેન્ટિલેટર હોય પીપીઇ કીટ હોય કે કોરોનાની રસી શોધવા બાબતે હોય કે ગુજરાતીઓ અને ગુજરાતી કંપનીઓએ ખુબ જ અગ્રણી ભુમિકા ભજવી છે. આ મહામારીમાંથી વિશ્વોત્થાન થાય તે માટેના પ્રયાસો કર્યા છે. તેવામાં રોબોટિક નર્સ એ અનોખી પહેલ છે. જે સમગ્ર વિશ્વ માટે આશિર્વાદ રૂપ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર