સુરત : શહેરના ડિંડોલી વિસ્તારમાં પ્રેમ માટે દીકરીએ એવું વિચિત્ર કારસ્તાન કર્યું કે, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દીકરીએ પ્રેમી સાથે ભાગવા માટે માતા-પિતાને ઘેનની દવાવાળા પરોઠા ખવડાવ્યા હતા. ત્યાર બાદ પરિવાર સુઇ જતા ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. પોલીસે યુવતીને ઝડપીને માતા પિતા સમક્ષ હાજર કરી હતી. જો કે યુવતીએ પરિવાર સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SURATમાં માનવતા મરી પરવારી? માત્ર 80 હજાર રૂપિયા માટે કર્યું એવું કામ કે...


મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં એક પરિવાર પોતાનાપરિવાર સાથે રહે છે. આ પરિવારની યુવતીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવતી એક વખત યુવક સાથે ભાગી ગઇ હતી. જો કે યુવતીનો પરિવાર યુવકના મામાના ઘરેથી તેને સમજાવીને પરત લઇ આવ્યા હતા.


12 સપ્ટેમ્બરના રોજ પરિવારો હાજર હતા ત્યારે સાંજે યુવતીએ આલુ પરોઠા બનાવ્યા હતા. પરિવારે પરોઠા ખાધા હતા અને સુઇ ગયા હતા. બીજા દિવસે સવારે પરિવાર ઉંઘમાંથી જાગતા ચક્કર આવી રહ્યા હતા. આ ઉપરાંત તેમનો જ સમગ્ર પરિવાર જાગી રહ્યો હતો. પુત્રી સ્થળ પર હાજર નહોતી. જેથી તેને શોધતા તે મળી નહોતી. આ ઉપરાંત યુવકના ઘરે તપાસ કરતા તે પણ નહોતો હાજર. જેથી પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં પોલીસે તેમને ઝડપી લીધા હતા. જો કે યુવતીએ પોતાના પ્રેમી સાથે જ રહેવાનું કહેતા યુવતીના પિતાએ ફરિયાદ દાખલ કરાવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube