મેનેજરે કંપનીના શૂઝ અને કપડા બિલ વિના બારોબર સસ્તા ભાવે વેચી દીધા!
Surat Crime News : સુરતમાં વીઆર મોલમાં બ્રાન્ડ શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે વેચી દેનાર સ્ટોર મેનેજરની ધરપકડ, કુલ 12.29.059 રૂપિયાનો મુદ્દામાલ બારોબાર વેચી માર્યો
Surat New પ્રશાંત ઢીવરે/સુરત : સુરતના વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શો-રૂમના સ્ટોર મેનેજર માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી રૂપિયા 16.29 ની છેતરપિંડી કરનાર આરોપી પ્રશાંત ચોખાવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.
સુરતના વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શો-રૂમના સ્ટોર મેનેજર માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી રૂપિયા 16.29 ની છેતરપિંડી કરનાર આરોપી પ્રશાંત ચોખાવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી વી આર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શો-રૂમમાં સ્ટોર મેનેજર તરીકે કામ કરતો હતો. તેણે ગત 28 નવેમ્બર 2022ના રોજ -રૂમમાં ખરીદી કરવા આવતાં ગ્રાહકોને બિલ વિના અને સસ્તી કિંમતે બારોબાર વેચાણ કરી કંપની સાથે ગોબાચારી આચરી હતી. તથા શો-રૂમના માલિક દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં ત્રણ માસમાં પ્રશાંત ચોખાવાલાએ 154 નંગ શૂઝ, ટીશર્ટ, ટ્રેક પેન્ટ 81 નંગ, મોજા સહિત કુલ 247 નંગ ચીજવસ્તુઓનો સ્ટોક મળી આવ્યો ન હતો. જે મામલે તપાસ કરતા પ્રશાંતે કુલ રૂપિયા 12.29.059 મુદ્દામાલ કંપનીમાં જમા નહીં કરાવીને ઠગાઇ કરી હતી. જોકે, પ્રશાંતે શો-રૂમના માલિકને નાણાં પરત કરી દેશે એવી વાત કરી હતી, પરંતુ નાણાં કે મુદ્દામાલ પરત નહીં કરતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહ્યા
સુરતના વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શો-રૂમના સ્ટોર મેનેજર માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી રૂપિયા 16.29 ની છેતરપિંડી કરનાર આરોપી પ્રશાંત ચોખાવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી છે. આ બાબતે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ડુમ્મસ રોડ ઉપર આવેલ વીઆર મોલમાં એસિસ બ્રાન્ડ શૂઝ શો-રૂમ છે. જેમાં મેનેજર તરીકે કામ કરતા પ્રશાંત ચોખાવાલાએ પોતાના શોરૂમ ના માલિકની જાણ બહાર શૂઝ કપડાં સહિત બિલ વિના સસ્તી કિંમતે બારોબાર વેચી રૂપિયા 16.29ની છેતરપિંડી કરી હતી.
હવે શાળાઓ આખા વર્ષની ફી એકસાથે નહિ વસૂલી શકે, DEO એ કર્યો મોટો આદેશ
આ બનવા ગત 28 નવેમ્બર 2022ના રોજ -રૂમમાં ખરીદી કરવા આવતાં ગ્રાહકોને બિલ વિના અને સસ્તી કિંમતે બારોબાર વેચાણ કરી કંપની સાથે ગોબાચારી આચરી હતી. તથા શો-રૂમના માલિક દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં ત્રણ માસમાં પ્રશાંત ચોખાવાલાએ 154 નંગ શૂઝ, ટીશર્ટ, ટ્રેક પેન્ટ 81 નંગ, મોજા સહિત કુલ 247 નંગ ચીજવસ્તુઓનો સ્ટોક મળી આવ્યો ન હતો, જે મામલે તપાસ કરતા પ્રશાંતે કુલ રૂપિયા 12.29.059 મુદ્દામાલ કંપનીમાં જમાં નહીં કરાવીને ઠગાઇ કરી હતી. જોકે, પ્રશાંતે શો-રૂમના માલિકને નાણાં પરત કરી દેશે એવી વાત કરી હતી, પરંતુ નાણાં કે મુદ્દામાલ પરત નહીં કરતાં અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
રૂપાલાએ જાહેરમાં માફી માંગી ક્ષત્રિયોને કરી વિનંતી, પોતાની ભૂલ સ્વીકારીને કહી આ વાત