ગાંધીનગર: હિંમતનગરમાં ઠાકોરની 14 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાને લઇને સમગ્ર ગુજરાતમાં પરપ્રાતીયોને મળતી ધમકીને કરાણે હિજરત કરવાની ફરજ પડી રહી છે. આ દુષ્કર્મનો આરોપી પરપ્રાંતીય હોવાથી ઠાકોર સમાજ પરપ્રાંતીયોને ગુજરાતમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરી રહ્યા છે. ગાંધીનગર પાસે આવેલા ઉવારસદ ગામમાં પણ ઠાકોર સમાજના લોકો દ્વારા પરપ્રાંતીયોને ધમકી આપતો વીડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ઉવારસદ ગામમાં રહેતા પરપ્રાંતીયને ધમકી આપવામાં આવી રહી છે. કે તમારા લોકો દ્વારા ગુજરાતમાં ગુન્હાહિત પ્રવૃતિઓ કરવામાં આવી રહ્યા છે. માટે ગુજરાતમાંથી ભાગી અને તમારા વિસ્તારમાં ભાગી જવાનું કહેવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાંથી બહાર કાઢીને આપવામાં આવે છે ધમકી 
ગુજરાતમાં પરપ્રાતીય પર હુમલાઓના 50 જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે એક તરફ અલ્પેશ ઠાકોર નિવેદન આપી રહ્યા છે, કે ગુજરાતમાં ઠાકોર સમાજના લોકો દ્વારા પરપ્રાંતીય પર હુમલાઓ કરવામાં આવતા નથી. તો બીજી બાજુ ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામમાં પરપ્રાતીયોને ધરમાંથી બહાર કાઢીને ધમકી આપાવમાં આવે છે, કે 24 કલાકમાં ગામ છોડીને ચાલ્યા જવાનું કહેવામાં આવે છે. યુ.પી અને બિહારના લોકો ગુજરાતમાં ગુન્હાઓ કરે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે, કે આ ગામના કોઇ ઠાકોર અગ્રાણી દ્વારા જ આ પ્રકારની ધમકી આપવામાં આવી રહી છે.


ધમકી મળવાથી પરપ્રાંતીયોમાં ભયનો માહોલ 
ઠાકોર સમાજના લોકો દ્વારા પરપ્રાતીઓને ઘરમાંથી બહાર કાઢવામાં આવતા લોકોમાં ભય ફેલાયો છે. અને લોકો નોકરી-ધંધા પર પણ જઇ શકતા નથી. મોટી સંખ્યામાં પરપ્રાંતીયો ગુજરાત છોડીને હિજરત કરી રહ્યા છે. ત્યારે સરકાર ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ સામે કાર્યવાહી કરવાની માંગ પરપ્રાંતીયો દ્વારા કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : ગુજરાતમાંથી પરપ્રાંતિયોની હિજરત...