દિવ્યેશ જોશી/રાજકોટ: રાજકોટ શહેરમાં સાવકા પુત્રના હાથે જ સાવકા પિતાની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. સાવકા પુત્ર દ્વારા સાવકા પિતાને ટુ વ્હીલર લઈ આપવાનું કહેતા પિતાએ ટુ વ્હીલર લઈ આપવાનો ઇન્કાર કરતા બંને વચ્ચે બોલા ચાલી અને ત્યારબાદ ઝઘડો થયો હતો. જોકે માતા મધ્યસ્થી થતા સાવકા પિતા અને પુત્રને છૂટા પાડવામાં આવ્યા હતા. જોકે રોષે ભરાયેલા નરાધમ પુત્ર દ્વારા બોથડ પદાર્થના ઘા ઝીંકીને પોતાના જ સાવકા પિતાને ગંભીર પ્રકારે ઇજા પહોંચાડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ


રાજકોટ શહેરના કટારીયા ચોકડી પાસે દેશી દવાનું કામકાજ કરનારા 40 વર્ષીય રાજેશ પાલ નામના વ્યક્તિને તેના જ 19 વર્ષીય સાવકા પુત્ર જોગિન્દર રામસુરૂપ દ્વારા બોથડ પદાર્થ વડે માથાના ભાગે માર મારી ગંભીર ઇજા ગત સોમવારના રોજ રાત્રીના 9:30 વાગ્યાના અરસામાં પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત રાજેશ પાલને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 19 નવેમ્બરના રોજ તેનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. 


વરસાદ-વાવાઝોડું નહીં! ગુજરાતમાં ઠંડીની આગાહી વચ્ચે 'અંબાલાલ કાકા'નો ખતરનાક વરતારો!


ત્યારે સમગ્ર મામલે મૃતકની 40 વર્ષીય પત્ની કમલેશ રાજપુત દ્વારા પોતાના જ સગા પુત્ર જોગિન્દર વિરુદ્ધ bns ની કલમ 103 (1) મુજબ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવતા પોલીસ દ્વારા ગુરૂવારના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાવકા પિતા પુત્ર વચ્ચે હોન્ડા લેવા બાબતે બોલાચાલી થઈ હતી જે ઘટના હત્યામાં પરિવર્તિત થઈ હોવાનું સામે આવ્યું છે. 


ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ


પોલીસને આપેલી ફરિયાદમાં મૃતકની પત્ની કમલેશ રાજપૂતે જણાવ્યું છે કે, તે મૂળ હરિયાણાના રેવાડી જિલ્લાની વતની છે. 22 વર્ષ પૂર્વે તેના લગ્ન કિશન રામસુરૂપ નામના વ્યક્તિ સાથે થયા હતા. જેના થકી સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા છે. સૌથી મોટા દીકરાનું નામ જોગીંદર છે. છ વર્ષ પૂર્વે રાજેશ પાલ નામના વ્યક્તિ સાથે મારે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ થી અમે બંને રાજકોટ રહેવા આવતા રહ્યા હતા. રાજેશના મારી સાથે આ ત્રીજા લગ્ન છે. મારો દીકરો જોગિન્દર છેલ્લા દસ બાર દિવસથી તેની પત્ની સાથે તેમજ દીકરા સાથે રાજકોટ રહેવા આવ્યો હતો. 


'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત


સોમવારના રોજ જોગીંદર તેની પત્ની અને તેના દીકરા સાથે અમારા ઘરે આવ્યો હતો. તેમજ મારા પતિ રાજેશ અને દીકરા જોગિન્દર વચ્ચે હોન્ડા લેવા બાબતે ઝઘડો થયો હતો. દીકરા જોગિન્દર દ્વારા પતિ રાજેશને હોન્ડા લઈ દેવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંનેને છૂટા પાડીને સમજાવટ પણ કરવામાં આવી હતી. પરંતુ થોડીવાર બાદ મારા પતિ રાજેશ મને બૂમ પાડીને બોલાવવા લાગતા મેં જોયું કે મારા પતિ લોહી લુહાણ હાલતમાં પડેલા છે. તેમજ મારા પતિને શું થયું તેવું પૂછતા તેણે કહ્યું હતું કે જોગિન્દરે મને માથામાં મારેલું છે.


દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત


સમગ્ર મામલે 108 મારફતે મારા પતિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 19 તારીખના રોજ તેમનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. હાલ તો રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા હત્યારા સાવકા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ ગુનાના કામે વાપરવામાં આવેલ હથિયાર કબજે કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, સાવકા પુત્રની ટુ વ્હીલર લઈ આપવાની માંગણી નહિ સ્વીકારતા સાવકા પિતાને મોત મળ્યું હોવાનું સામે આવ્યું છે.