અમદાવાદ : કોરોના મહામારીના કારણે ભારતની તમામ શિક્ષણ સંસ્થાઓનું શિક્ષણકાર્ય બંધ છે. વિદ્યાર્થીઓને ખાસ કરીને પ્રાથમિક અને માધ્યમીકના વિદ્યાર્થીઓને કઇ રીતે ભણાવવા તે હાલમાં પણ સરકાર માટે મોટો પડકાર છે. અભ્યાસ બાદ કસોટી લેવી તેના કરતા પણ મોટો પડકાર છે. વિદ્યાર્થીઓ કે શિક્ષકો કોઇને પણ કોરોના સંક્રમણ ન થાય તે માટે સરકાર પણ ચિંતિત છે. કોઇ સંસ્થાઓ પણ જોખમ લેવા માટે તૈયાર નહોતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર: કોરોનાને કારણે માનવતા વેન્ટિલેટર પર, 3 કલાક સુધી મૃતદેહ રઝળતો રહ્યો

દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિએ પરીક્ષાનું બીડુ ઝડપ્યું હતું. તેમને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને ઘરે બેઠા પરીા લેવા માટેની યોજના બનાવી હતી. જેને કોરોના કાળમાં મૃત સ્વરૂપ આપવો મોટો પડકાર હતો. એન.એસ.યુ.આઇના કાર્યકર્તાઓએ યુનિવર્સિટીના પરીક્ષા લેવાના નિર્ણય લેવાનો વિરોધ કર્યો પણ તેઓએ વિરોધની અવગણના કરી હતી. 


Gujarat Corona Update: રાજ્યમાં નવા 1136 દર્દી, 875 લોકો સાજા થઇ ઘરે પરત ફર્યા

યુનિવર્સિટી દ્વારા 20 જુલાઇથી 30 જુલાઇ દરમિયાન પરીક્ષા લેવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તમામ વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓ પોસ્ટ મારફતે મોકલી આપવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર યુનિવર્સિટીના પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું હતું. નિયત કરેલ સમયમાં ઉત્તરવહીમાં પ્રશ્નોનાં જવાબ લખવાનું ચાલુ કરે તે સમયે ચોક્કસ પ્રકારની નિશાની કરવાની સુચના આપવામાંઆવી હતી. જેથી કોઇ કોપીનો અવકાશ ન રહે. 


સુરત: મહિલા વકીલે ફાંસો ખાઇને આપઘાત કર્યો, આત્મહત્યા પહેલા ફોન ફોર્મેટ થયો

ઉત્તરવહીમાં જવાબ લખ્યા બાદ તમામ ના ફોટા પાડીને પોર્ટલ પર અપલોડ કરવા કરવાના હતા. આ તમામ 1000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઓપન બુક એખ્ઝામના કોન્સેપ્ટથી વાતો થઇ હતી. તેનો અમલ થતો ન હતો. ત્યારે આઇઆઇટીઇ ગાંધીનગરે શિક્ષણ ક્ષેત્રમાં એક નવી દિશા આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર