ઝી બ્યુરો/સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં થયેલી યુવાની હત્યા પ્રકરણમાં આખરે પોલીસને સફળતા લાગી છે. મૃતક પરણિત હોવા છતાં પોતાની મિત્રની બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. જે વાતની જાણ થતાં બંને મિત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન આરોપી અને તેના સાથીદારે સાથે મળીને મૃતકને ઉપરા છાપરી છરી વડે હુમલો કરતા છરી તૂટી ગઈ હતી. ત્યારબાદ પથ્થરના બ્લોક વડે તેની હત્યા કરી નાખવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં પાંડેસરા પોલીસે બંને હથિયારોને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી ફસાયા તો મોદી આવ્યા વ્હારે, કેન્દ્રએ આપી દીધી મોટી રાહત


સુરતના પાંડેસરા વિસ્તારમાં 13 મી ઓગસ્ટના રોજ જીઇબીની કમ્પાઉન્ડ માં એક અજાણ્યા ઇસમની લાશ મળી આવી હતી. આ અંગે જાણ થતાં તાત્કાલિક પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે મરનાર વ્યક્તિ કરણસિંહ છે જે યુપીના હમીરપુરનો રહેવાસી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પોલીસને જાણવા મળ્યું હતું કે કરણસિંહના માથાના ભાગે બોથર્ડ હથિયાર વડે ઇજાઓ કરવામાં આવી હતી. 


આજે તો તને જાનથી મારી નાંખવો છે... રાજકોટમાં જાહેરમાં ખેલાયો મારામારીનો દિલધડક ખેલ


પોલીસે સીસીટીવી ફૂટેજ અને સીડીઆરના આધારે જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે હત્યાની રાત્રે કરણ સાથે શિવ બહાદુર અને તેજસિંગ નામના બે લોકો જતા દેખાયા હતા. જેથી પોલીસે બન્નેને પોલીસ મથક લાવી પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે કરણસિંહનો આરોપી તેજસિંગની બહેન સાથે પ્રેમ સંબંધ હતો. જેને લઇ બંને વચ્ચે વારંવાર તકરાર થતી હતી. 12 મી ઓગસ્ટના રોજ રાત્રિ ના સમયે વડોદ શાસ્ત્રીનગર ખાતે શિવ બહાદુરસિંહના રૂમ પર ત્રણેય મિત્રો સાથે જમવાનું આયોજન કરી ભેગા થયા હતા. તેજ સિંહ તથા શિવ બહાદુર સાથે કરણસિંહનો બહેન સાથે પ્રેમ સંબંધને લઈ ઝઘડો થયો હતો. 


બધું સમુસૂતરું પાર પડ્યુ તો વર્ષના અંતે 16 ચિત્તા ગુજરાત આંગણે રમશે, આવો છે પ્લાન


અગાઉની અદાવત રાખી તેજસિંજ અને શિવ બહાદુરે કરન સિંહની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. બંને આરોપીઓ કરણસિંહ ને સિદ્ધાર્થ નગર પાસે આવેલા જીઇબી કમ્પાઉન્ડ પાસે લઈ ગયા હતા અને રાત્રિના બાર વાગ્યાના અરસામાં જ્યારે આ વિસ્તારમાં લોકોની અવરજવર ઓછી હોય છે ત્યારે તેના પર છરી વડે હુમલો કર્યો, દરમિયાન છરી તૂટી ગઈ. ત્યારબાદ તેઓએ સિમેન્ટના બ્લોગ વડે કરણસિંહને ઈજા પહોંચાડી હતી અને હત્યા કરી નાસી ગયા હતા. 


રાહ જોવામાં ક્યાંક રહી ના જાઓ! સોનું આજે ફરી થયું ધડામ, જાણો કેટલું સસ્તું થયું?


હાલ સમગ્ર બનાવને લઈને પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ કરી છે.