સુરત : જમીન વેચાણમાંથી રૂપિયા નહિ આપતા ભત્રીજા એ કાકાના ઘરમાંથી જ રૂ.19 લાખ રૂપિયાના સોનાના ઘરેણાં પર હાથ ફેરો કરી ભાગી છૂટયો હતો. જો કે પોલીસે આ ઘટનામાં લિંબાયત પોલીસે આખરે આરોપી ભત્રીજાને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા સુનિલભાઈ સોની જવેલર્સની દુકાન ધરાવે છે. 11 ફેબ્રુઆરીના રોજ સુનિલ તેના પરિવારજનો સાથે સોમનાથ મંદિરના દર્શન કરવા ગયા હતા. જે દરમિયાન સુનિલભાઈના ઘર ને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજી તો શિયાળો પુરો પણ નથી થયો ત્યાં ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે


રોકડ અને સોનાના દાગીના મળી કુલ 19 લાખના મુદ્દામાલની ચોરી કરી ભાગી છૂટ્યો હતો. સોમનાથ દાદાના દર્શન કરી પરત આવતા ઘરમાં ચોરી થયાની જાણ થતાં સુનિલભાઈએ લિંબાયત પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ ઉપરી અધિકારીની ટિમ અને લિબાયત પોલીસનો સ્ટાફ આરોપીની શોધખોળમાં લાગી હતી. પોલીસને ક્યાંકને ક્યાંક એ વાતની શંકા હતી કે, આ ચોરી પાછળ પરિવારનો જ કોઈ સદસ્ય હશે. 


AC માં બેસી ઓર્ડર કરતા હોય તેવા નેતાઓની જરૂર નથી, તેને પેક કરીને ભાજપને ગીફ્ટ આપી દો


જેથી પોલીસે પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન તેમની સામે જ રહેતા સુનિલભાઈના મોટા ભાઈ પપૂના પરિવારને ત્યાં પૂછપરછ શરૂ કરી હતી. પપુનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું. પપુનો એક દીકરો ગોલું હતો. જેના પર પોલીસને શંકા જતા તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આખરે ગોલું પડી ભાંગ્યો હતો અને તેને જ પોતાના કાકાને ત્યાં ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. તેને કબૂલાત કરતા જણાવ્યું હતું કે, તેના પિતાના મોત બાદ પરિવારે એક જમીન વેચાણ કરી હતી. જેમાં સહિયારો ભાગ હતો. જો કે તેના કાકા સુનિલે આ જમીન વેચાણમાંથી એક પણ રૂપિયો તમને આપ્યો ન હતો. જે વાતની અદાવત રાખી ગોલુએ કાકા સુનિલભાઈને ત્યાંથી ચોરી કરી હતી. હાલ આ સમગ્ર બનાવમાં પોલીસે ગોલુની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube