ગાંધીનગરઃ પગાર તો છોડો ધારાસભ્યો કંઈ પણ છોડે એમ નથી. રાજ્યમાં 156 ધારાસભ્યો કરોડપતિ હોવા છતાં માત્ર 2 ધારાસભ્યોએ પગાર ભથ્થાં લેવાની ના પાડી છે. એક બાજુ ગુજરાતમાં  મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડના માધ્યમ ગરીબ લોકોને મફતમાં તબીબી સારવાર આપવામાં આવે છે. બીજી તરફ, ભાજપ-કોંગ્રેસના કરોડપતિ ધારાસભ્યો તમામ સુવિધાઓથી સજજ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવામાં ય નાનમ અનુભવે છે. પ્રજાના ટેક્સના પૈસે અન્ય રાજ્યમાં જઇને કોર્પોરેટ હોસ્પિટલોમાં  કરોડોના ખર્ચે અદ્યતન સારવાર મેળવે છે. એટલુ જ નહીં, આ તબીબી સારવારની સુવિધા લઇને લાખો-કરોડોના બિલ મજૂંર કરાવે છે. ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો અને તેમના પરિવારના સભ્યોની સારવાર પાછળ ગુજરાત સરકારે રૃા.૫.૭૨ કરોડ ખર્ચ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ આરોગ્ય મંત્રી સ્વ.ડો. અનિલ જોશીયારાનું કુલ મેડિકલ બિલ રૃા.૧.૨૫ કરોડ રજૂ કરાયુ હતું. ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રૃા. ૩,૧૪,૮૮૦, રૃા.૬.૦૭ ૪૫૧ અને રૃા.૨,૨૭,૫૮૪ એમ કુલ મળીને રૃા.૧૧,૪૯,૯૧૫ના મેડિકલ બિલ રજૂ કર્યા હતાં. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય ખુદ ડોક્ટર છે. આ ઉપરાંત તેમની પોતાની હોસ્પિટલ હોવા છતાંય તેમણે  રૃા.૧ લાખથી વધુના મેડિકલ બિલ મંજૂર કરવા મુક્યા હતાં.  ખાદીના પહેરવેશમાં સજ્જ થઇને લોકસેવા કરતા ચૂંટાયેલાં ધારાસભ્યો આમ જનતાને સરકારી હોસ્પિટલોમાં સારવાર મેળવવા ભલામણ કરતા હોય છે પણ જયારે પોતે અથવા તેમના પરિવારજનો બિમાર પડે કે ગંભીર બિમારીનો ભોગ બને તો તે ખાનગી હોસ્પિટલમાં જ સારવાર મેળવવાનો આગ્રહ રાખે છે. ગુજરાતમાં રૃા.૧,૩૭,૫૯૨ મહિને પગાર મેળવતા ધારાસભ્યો મફતની સારવાર લેવાનું જરાયે ચૂકતા નથી. આરટીઆઇની માહિતીમાં ખુલાસો થયો છેકે, લાખો-કરોડોપતિ ધારાસભ્યોના મેડિકલ બિલો તરત જ મંજૂર કરી દેવાય છે. ૧૪મી વિધાનસભાના ધારાસભ્યોએ રૃા.૫,૭૨,૫૪,૧૭૫ના મેડિકલ બિલ મંજૂર કરાવ્યા છે. 


આ પણ વાંચોઃ શરમ કરો! લોકોને એક ટંકનું ભોજન મળતું નથી ને ગુજરાતમાં હજારો ટન અનાજ સડ્યું


વિધાનસભામાં વિવિધ મુદ્દે આમને સામને આવતા ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો આર્થિક- તબીબી લાભ લેવામાં એક સૂર હોય છે. યાદ રહેકે, ભાજપના એક મંત્રીએ મુંબઇમાં ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. આ ઉપરાંત ભાજપના એક મંત્રીની બાયપાસ સર્જરી પણ મુંબઇ કરાઇ હતી. અન્ય એક મંત્રીના જડબાની સર્જરી પણ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, વિધાનસભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તો કરોડપતિ ધારાસભ્યોને મેડિકલ બિલ ન લેવા ખાસ આગ્રહ કર્યો હતો તેમ છતાંય કરોડોની સંપતિના માલિક એવા ભાજપ-કોંગ્રેસના એકેય ધારાસભ્યએ મેડિકલ બિલ લેવાનું મન બનાવ્યું ન હતું. જોકે, આર્થિક રીતે નબળા ધારાસભ્યોની સારવાર પાછળ ખર્ચ કરવો જરૂરી છે. 


કયા ધારાસભ્યોએ મેડિકલનું બિલ રજૂ કર્યુ
ધારાસભ્ય    મેડિકલ બિલ
હર્ષ સંઘવી ( ભાજપ )    રૃા.૧૧,૪૯,૯૧૫
વિરજી ઠુમર ( કોંગ્રેસ )    રૃા.૮૯,૪૯૯
રાજેન્દ્ર ચાવડા ( ભાજપ)    રૃા.૮,૩૮,૩૫૪
રમણલાલ વોરા ( ભાજપ)      રૃા,૪૮,૧૪૪
નિરંજન પટેલ  ( કોંગ્રેસ)    રૃા.૪,૮૩,૪૧૩
ભીખાભાઇ જોશી ( કોંગ્રેસ)   રૃા.૨,૭૭,૦૦૦
મોહનસિંહ રાઠવા (કોંગ્રેસ)   રૃા.૩,૮૨,૦૨૫
સુનિલ ગામીત ( કોંગ્રેસ)    રૃા.૪,૧૪,૭૧૨
વિમલ ચુડાસમા (કોંગ્રેસ)    રૃા.૧,૭૧,૯૪૭
રાઘવજી પટેલ (ભાજપ)    રૃા.૩,૦૦,૩૧૫
જીજ્ઞેશ મેવાણી (કોંગ્રેસ)    રૃા.૮૯,૭૧૧
કનુ ભાલાળા (ભાજપ)    રૃા.૧,૫૧,૮૦૦
કાંતિ સોઢા ( કોંગ્રેસ)    રૃા.૨,૬૪,૨૯૮


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube