પ્રેમ પ્રકરણમાં યુવકે હત્યા કરી નાખી, હત્યા કર્યા બાદ પાગલ થઇને 19 વર્ષ સુધી ફર્યો પણ પછી...
સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષ બાદ ઝડપી લીધો છે. 2003થી વોન્ટેડ આરોપીને પકડવા સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો હતો. જે આરોપી આટલા વર્ષોથી પાગલ હોવાનો ડોળ કરીને પોલીસથી બચી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તે આરોપીને પકડ્યો હતો અને તેની તપાસ કરતા તે સ્વસ્થય હોવાનું સામે આવ્યું હતું. જો કે તે 19 વર્ષ બાદ કેવી રીતે મળ્યો તે ઘટના પણ ખુબ જ ચોંકાવનારી છે.
ઉદય રંજન/અમદાવાદ : સેટેલાઇટમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 19 વર્ષ બાદ ઝડપી લીધો છે. 2003થી વોન્ટેડ આરોપીને પકડવા સુપ્રીમ કોર્ટએ આદેશ આપ્યો હતો. જે આરોપી આટલા વર્ષોથી પાગલ હોવાનો ડોળ કરીને પોલીસથી બચી રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે તે આરોપીને પકડ્યો હતો અને તેની તપાસ કરતા તે સ્વસ્થય હોવાનું સામે આવ્યું હતું. જો કે તે 19 વર્ષ બાદ કેવી રીતે મળ્યો તે ઘટના પણ ખુબ જ ચોંકાવનારી છે.
તમારે કાંઇ કરવાનું નથી હાઇ-ફાઇ ભાભી છે તેમને ખુશ કરવાનાં અને ખેડૂત હવેલીએ પહોંચ્યા પછી તો...
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી દિનેશ વાળા છે. હત્યા કર્યા બાદ માનસિક અસ્થિર બનીને ઘરેથી નીકળી ગયો. 19 વર્ષ બાદ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢમાં ભાણવડ તાલુકાના ઘુમલી ગામમાંથી પકડ્યો હતો. તો આરોપી પાગલ નહિ પણ સ્વસ્થ મળ્યો હતો. ઘટનાની વાત કરીએ તો 2003 માં આરોપી દિનેશ વાળાની ભત્રીજીનું જયેશ ગોહિલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ આરોપી દિનેશ અને તેના પરિવારને થતા તેઓએ જયેશને માર મારીને હત્યા કરી હતી. આ હત્યાના ગુનામાં અગાઉ દિનેશના 3 ભાઈઓ હસમુખ વાળા, દેવજી વાળા અને દિલીપ ઉર્ફે દિપક વાળની પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે દિપક માનસિક અસ્થિર બનીને ઘરેથી નીકળી ગયો હતો. જે 19 વર્ષ બાદ સ્વસ્થ મળી આવ્યો.
પ્રેમ સંબંધની અદાવતમાં જયેશ ગોહિલની હત્યા કરીને આરોપી દિનેશ અમદાવાદથી ફરાર થઇ ગયો હતો. સ્થાનિક પોલીસે આરોપીની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. જ્યારે દિનેશના પરિવારે તે પાગલ હોવાથી ઘરેથી નીકળી ગયો હોવાની વાર્તા ઘડી હતી. 19 વર્ષથી વોન્ટેડ આરોપી પકડાય અને મૃતક જયેશને ન્યાય મળે માટે તેના પરિવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટ અમદાવાદ પોલીસ કમિશનરને આરોપીને પકડવા હુકમ કર્યો હતો. આ હુકમ બાદ પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના DSP ની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી હતી. ટેક્નિકલ સેલ તેમજ બાતમીના આધારે હત્યાના વોન્ટેડ આરોપી દિનેશ વાળાને ક્રાઇમ બ્રાન્ચે પકડીને જેલ હવાલે કર્યો.
પાગલ બનીને 19 વર્ષથી ફરાર થયેલ આરોપી પકડાયો ત્યારે તેના પૌત્રો સાથે મળ્યો અને આરોપી સ્વસ્થ હતો. તેને છુપાવવા અને ફરાર કરવામાં કોઈની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની મદદ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube