ઉદય રંજન, અમદાવાદઃ મોબાઇલ ધારકો હવે ખાસ ચેતવાની જરૂર છે, કેમ કે ફરી ચાઇનાએ પોતાની ચાલનો ઉપયોગ કરી અનેક ભારતીયોના ડેટા મેળવી લીધા છે. આ ડેટા પોતાની રીતે નહિ પણ જે ફેક લોન એપ્લીકેશન કે વેબસાઇટ હોય છે તેના થકી ડેટા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. આ એપ્લિકેશનનો અને વેબસાઇટના સર્વર ચીન અને દુબઇ હોવાનું પણ અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે. આ જ માહિતીને આધારે ફેક એપ્લીકેશનથી ચાલતા લોનના વિષચક્ર પર પોલીસે ઘોંસ બોલાવી. અમદાવાદ સાયબર ક્રાઈમે લોનના વિષચક્રમાં ફસાતા લોકોને બચાવવા માટે એક સાથે 400 જેટલી એપ્લીકેશન અને સાઇટ્સ ને બ્લોક કરી દીધી છે. આ એપ પરથી પહેલા લોન આપી દેવાની પછી તેમને મળેલા ડેટાના આધારે બોગસ એપ્લિકેશન થકી રીતસરની ખંડણી મંગાતી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં લોન ન ચૂકવે તો વોટ્સએપ પર પર્સનલ ડેટાના આધારે મોર્ફ તસવીરો અને બીભત્સ લખાણ વાયરલ કરવાની ધમકી આપી હેરેસમેન્ટ કરાતું હતું. આ મોડસ ઓપરેન્ડીમાં પહેલા લોન અપાય પછી ફરી લોન લેવા મજબૂર કર્યા અને એમને એમ લોન લેનાર પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાતી. જે બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમે ત્રણ મહિના મહેનત કરી ફરિયાદ નોંધીને આવી એપ્લિકેશનોને બ્લોક કરાવી દીધી. શું છે સમગ્ર બાબત જોઈએ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા ઘણા સમયથી બોગસ એપ્લિકેશન અને વેબસાઇટ થકી લોન લેનાર લોકોને પસ્તાવાનો વારો આવ્યો છે. લોકો ઓછા વ્યાજદરે અને ડોક્યુમેન્ટ વિના લોન લેવાના ચક્કરમાં ફસાઈ જતા હતા. લોન લીધા બાદ આ વ્યક્તિને ફોન અને મેસેજ કરી હેરેસમેન્ટ કરાતું. તેઓ એ જ્યારે વેબસાઈટ કે એપ્લિકેશન ડાઉનલોડ કરી હોય ત્યારે તેઓનો પર્સનલ ડેટા પણ પરમિશન સાથે મેળવી લેવાય છે અને બાદમાં શરૂ કરાય છે હેરેસમેન્ટ. આરોપીઓ એપ ડાઉનલોડ કરાવી 40 ટકા કમિશન પહેલા કાપીલે ને અઠવાડિયા પછી ઉઘરાણી ચાલુ કરી દેતા. અમદાવાદ સાયબર ક્રાઈમે આવા જ લોનના વિષચક્રમાં લોકોને ફસાતા બચાવવા માટે એકસાથે 400 જેટલી એપ અને સાઈટ્સને બ્લોક કરી દીધી છે. આ એપ પર લોન લેવાના બહાને પહેલા લોન આપી દેવાની પછી તેમને મળેલા ડેટાના આધારે બોગસ એપ્લિકેશન થકી રીતસરની ખંડણી મંગાવી હતી. એટલું જ નહીં, લોન ન ચૂકવે તો વોટ્સએપ પર પર્સનલ ડેટાના આધારે મોર્ફ તસવીરો અને બીભત્સ લખાણ વાયરલ કરવાની ધમકી પણ અપાતી. આ મોડસ ઓપરેન્ડીમાં પહેલા લોન અપાય પછી ફરી લોન લેવા મજબૂર કરાય અને એમ ને એમ લોન લેનાર પાયમલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાતી હતી. જેને લઇને અમદાવાદ સાયબર ક્રાઈમની ફરિયાદ નોંધી આવી એપને બ્લોક કરાવી દીધી છે.


આ પણ વાંચોઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 2 અંગદાન, 8 જરૂરીયાતમંદોને મળ્યું નવજીવન


અનેક લોકોને કેવી રીતે લોન ના ચક્કરમાં ફસાવાય છે તે બાબતે ત્રણેક મહિના ની તપાસમાં સામે આવ્યું કે કોઈ વ્યક્તિ ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોન લેવાનો પ્રયાસ કરે તો પહેલા તો તેણે ત્રણ કે ચાર સ્ટેપમાં લોન મળી જશે તેમ કહીને વાતોમાં ઉતારાય છે. લોન લીધા બાદ લોન લેનારના એકાઉન્ટમાં 25થી 40 ટકા રકમ કાપીને રૂપિયા જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ તેની પાસેથી સાત જ દિવસમાં ઉઘરાણી કરવામાં આવે છે. જો તે વ્યક્તિ રૂપિયા ના ચૂકવી શકે તો તેના વ્યક્તિગત ફોટા અને બીભત્સ લખાણ તેના પરિવારને મોકલવામાં આવે તેવી ધમકીઓ પણ આપવામાં આવે છે. આ રીતે ચાલતા નેટવર્ક પર અમદાવાદ સાયબર ક્રાઇમે સકંજો કસીને લોન ઓનલાઇન ગેમ અને ઇન્વેસ્ટમેન્ટ ના નામે ચીટિંગ કરતી બોગસ એપ્લિકેશન સામે ગુનો નોંધીને કડક કાર્યવાહી કરી છે. હાલ આ તમામ 400 જેટલા બોગસ એપ્લિકેશન અને વેબસાઇટ અમદાવાદ સાઇબર ક્રાઇમે બંધ કરાવી દીધી. પણ મહત્વની વાત એ પણ સામે આવી કે તમામ વેબસાઇટ અને એપ્લિકેશન ના સર્વર ચીન અને દુબઈ જેવા દેશોમાં હતા.


જુદી જુદી એપ્લિકેશન્સ મારફતે દેશના જુદા જુદા ગ્રાહકો સાથે લોન આપવાના બહાને, ગેમ્બલિંગ પ્રોફિટ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોફિટ તેમજ ક્રિપ્ટો રિલેટેડ બેનિફિટ મેળવવાના બહાને સાયબર ક્રિમિનલ દ્વારા છેતરપિંડી તેમજ હેરેસમેન્ટ કરાતું હતું. સાથે જ લોકો પાસે ફ્રોડ કરી પૈસા ઉપાડી છેતરપિંડી કરી તેમના ડેટા ચોરવામાં આવતા હતા. સાથે જ વિવિધ એપ્લિકેશન અનેક લોકોને ડાઉનલોડ કરાવી તેમને શોર્ટ લોન ખૂબ જ સરળ પ્રોસિજરથી મેળવવાની લાલચ અપાતી. બાદમાં લોકોને લોન મેળવવાની પ્રોસિજર કરાવી તેમજ આ લોન એપ્લિકેશન જેન્યુઈન હોવાની ગ્રાહકને ખાતરી થાય એટલે જુદી જુદી એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં પણ વિવિધ કંપનીઓના નામે એકાઉન્ટ બનાવીને મૂકી હતી. ઉપરાંત વિવિધ વેબસાઇટ ઉપર લોન એપ્લિકેશનનો પણ વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શોર્ટ ટર્મ લોન આપી લોકો પાસે પૈસા પડાવ્યા હોવાની હકીકત સામે આવી હતી.


તમામ લોન ની એપ્લિકેશનની જાહેરાત જોઈ કોઈ ગ્રાહક તે ડાઉનલોડ કરી તેના મારફતે ઓનલાઇન લોન માટે એપ્લાય કરતા હતા. એપ્લાય કરે ત્યારે તેનું નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇમેઇલ, આધાર, પાનકાર્ડ, સેલ્ફી ફોટો, બેંક એકાઉન્ટની વિગતો સબમિટ કરાવાતી. આ એપ્લિકેશન કોઈ ગ્રાહક પોતાના મોબાઈલમાં રન કરાવવી હોય તો તેની પાસેથી પર્સનલ ઇન્ફોર્મેશન, ઘણી બધી પરમિશન મારફતે મેળવી લેવાતી હતી. જે પરમિશન ગ્રાહક દ્વારા આપવામાં આવતા તેના મોબાઇલમાં રહેલા તમામ પર્સનલ ડેટા ડિટેલ્સ લોન એપ્લિકેશન ચલાવનાર પોતાના સર્વર ઉપર જતા રહેતા. ત્યારબાદ ગ્રાહક દ્વારા અપલોડ કરવા ડોક્યુમેન્ટ ને વેરિફાય કરી જુદા જુદા સ્લોટ પ્રમાણે શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન ગ્રાહકે સબમિટ કરેલી રકમ પૈકી લોનની રકમ માંથી 25થી 40% રકમ ટેક્સ તથા સર્વિસ ચાર્જના રૂપે કાપી લેવાતા હતા. ત્યારબાદ ગ્રાહક દ્વારા લોન મેળવવા માટે સબમિટ કરેલી બેંક એકાઉન્ટમાં બેથી ત્રણ કલાકના ટૂંકા ગાળામાં જ જમા કરી દેવામાં આતા હોવાની વાત સામે આવી છે.


આ પણ વાંચોઃ પાલિતાણામાં જૈન મંદિરનો વિવાદ વધુ વકર્યો, એક સાથે હજારો લોકોએ રેલી કાઢી, કર્યો વિરોધ


આરોપી લોનની રકમ ભરપાઈ કરવાની સમય મર્યાદા 90 દિવસની રાખે છે. છતાં 7 દિવસ થયા બાદ લોન આપનાર કંપનીના માણસો તરફથી જુદા જુદા વર્ચ્યુઅલ વોટ્સએપ નંબરથી તેમજ વર્ચ્યુઅલ નંબરના નોર્મલ કોલથી પોતાની સાચી ઓળખ છુપાવી ગ્રાહકને ફોન કરાય છે. જેમાં જેટલી રકમની લોન લેવા એપ્લાય કરેલ તે પૂરેપૂરી લોન ભરી દેવા કહેવાય છે. ગ્રાહક સમયસર લોનની ભરપાઈ ન કરે તો તેની પર્સનલ તસવીરો કે વીડિયોનું બીભત્સ તસવીરો સાથે મોર્ફિન કરીને બીભત્સ તસવીરો- વીડિયો તેના સગાંસંબંધીઓ અને પરિવારજનોને મોકલી દેવા ના મેસેજથી ધમકી આપે છે. બીભત્સ ભાષા અને લખાણ લખેલા વોટ્સએપ મેસેજથી ગ્રાહકના બનાવેલા પર્સનલ ફોટાને મોર્ફ કરી ન્યૂઝ બનાવી લોનનાં નાણાંની ભરપાઈ કરવા માટે દબાણ કરાય છે. દબાણવશ કોઈ કસ્ટમર લોનની ભરપાઈ કરે છતાં તેણે લીધેલી લોન ક્લોઝ ન કરી હોવાનું કહી લોનનું બાકી રહેલું પેમેન્ટ ભરવાનું કહી તેમની પાસેથી બીજા વધુ નાણાં ભરવા માટે દબાણ કરાય છે. જેથી ગ્રાહકો પાસે લોન ભરપાઈ કરવાના પૈસા ન હોય તેવી પરિસ્થિતિમાં આરોપી ઓ તેના જેવી બીજી ઇન્સ્ટન્ટ લોન આપતી એપ્લિકેશનમાંથી લોન મેળવી પોતાની જૂની લોન ભરપાઇ કરવા સલાહ પણ અપાય છે. આમ ગ્રાહકોને પોતાની માયાજાળમાં ફસાવી એક કરતાં વધુ લોન એપ્લિકેશનમાંથી લોન લેવડાવી તેમને લીધેલી લોન કરતાં વધુ પૈસા ભરાવી છેતરપિંડી કરવામાં આવતી હોવાનું ષડયંત્ર ચાલતું હોવાનું સામે આવ્યું છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube