પાલિતાણામાં જૈન મંદિરનો વિવાદ વધુ વકર્યો, એક સાથે હજારો લોકોએ રેલી કાઢી કર્યું વિરોધ પ્રદર્શન

દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓએ વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા તળેટી ખાતે જૈન સમાજની એક મોટી ધર્મ સભા પણ યોજાઇ હતી. નીલકંઠ મંદિરના ચાલતા વિવાદને લઈ એક રેલી કાઢવામાં આવી હતી જેમાં 10,000થી વધુ જૈન સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા.
 

પાલિતાણામાં જૈન મંદિરનો વિવાદ વધુ વકર્યો, એક સાથે હજારો લોકોએ રેલી કાઢી કર્યું વિરોધ પ્રદર્શન

ભાવનગરઃ છેલ્લા કેટલાક દિવસથી પાલિતાણા ખુબ ચર્ચામાં છે. અહીં શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવના મંદિર બહાર તોડફોડ થયા બાદ વિવાદ વધુ વકર્યો છે. મંદિરની બહાર થયેલી તોડફોડ બાદ જૈન સમાજ રોષે ભરાયો છે. આજે તાલિતાણામાં 10 હજારથી વધુ જૈન સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં જૈન સમાજની ધર્મસભા પણ યોજાઈ હતી. ધર્મ સભા બાદ જૈન સમાજ દ્વારા રેલી કાઢીને પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જૈન સમાજે તોડફોડ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

હજારોની સંખ્યામાં લોકો થયા ભેગા
ભાવનગરના સુપ્રસિદ્ધ પાલિતાણામાં ખાતે આવેલ નિલકંઠ મંદિરનો વિવાદ વધુ એક વખત વકર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે મંદિર કેટલાક સમયથી આ મામલે વિવાદ ચાલે છે. શત્રુંજય પર્વત પર સીસીટીવી કેમેરાનો થાંભલો અને પેઢીના બોર્ડની તોડફોડ કરનારા તત્વો સામે કડક પગલા ભરવાની માંગણી સાથે સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપુજક તપાગચ્છ મહાસંઘ અમદાવાદ અને મુંબઇ જૈન સંઘ દ્વારા મૌન વિરોધ રેલી કાઢવામાં આવી હતી. આ મામલે આજે પાલીતાણા તળેટી ખાતે દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓએ વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા તળેટી ખાતે જૈન સમાજની એક મોટી ધર્મ સભા પણ યોજાઇ હતી. નીલકંઠ મંદિરના ચાલતા વિવાદને લઈ એક રેલી કાઢવામાં આવી હતી જેમાં 10,000થી વધુ જૈન સમાજના આગેવાનો આ રેલીમાં જોડાયા હતા.

શું છે વિવાદ
શેત્રુંજી પર્વત પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર સામે સીસીટીવી લગાવતા પૂજારી અને તેના સાગરીતોએ તોડા પાડ્યા હોવાનો આક્ષેપ જૈન સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ જૈન સમાજ રોષે ભરાયો છે. આ પહેલા આણંદજી કલ્યાણજી પેઢીએ મંદિરનો કબજો લઈ પોતાના પૂજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સમાજમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો હતો. આ ઘટના બાદ સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવાનું જણાવ્યું હતું. તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરના આઈજી અને અન્ય અધિકારીઓને તપાસનો આદેશ આપ્યો છે. 

ગિરિરાજ પર્વત પર વિવાદ જાણે કે શમવાનું નામ નથી લઈ રહ્યો. થોડા સમય અગાઉ પર્વત પર આવેલા શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ દ્વારા લાંબા સમય આંદોલન ચાલ્યું હતું. જેમાં ગુજરાત ભરના સંતો મહંતો શિવ મંદિર બચાવવા આંદોલનમાં જોડાયા હતા અને અંતે સરકારની મધ્યસ્થીથી સમાધાન થયું હતું. ત્યારે હવે પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવવામાં આવેલા સીસીટીવીના થાંભલાઓ નુકશાન કરાતા જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે શિવ મંદિરના પરિસરમાં પેઢી દ્વારા લોખંડના થાંભલાઓ ઊભા કરી દબાણ કરાતું હોવાની શિવ મંદિરના મહંત દ્વારા અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. શેત્રુંજય પર્વત પર સુરજકુંડ પાસે CCTV ઉભા કરાયા હતા. કેટલાક લોકોએ CCTV ના પોલ હટાવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં તોડફોડની ઘટના પર મહંતે સ્પષ્ટતા કરી છે કે, કોઈ તોડફોડ નથી કરાઈ માત્ર પોલ હટાવવામાં આવ્યા. તો બીજી તરફ, વીજ પોલ હટાવવામાં આવતા જૈન સમાજમાં નારાજગી જોવા મળઈ છે. શિવ મંદિરમાં જૈનો દ્વારા દબાણ કરાતું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news