સુરત : સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને પાંચ મહાનગરોમાં કોરોના બેકાબુ બન્યો છે. જેના પગલે તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે નેતાઓ કે નેતાના સંતાનો માટે આ કોઇ જ નિયમ લાગુ પડતા નથી. આવી જ બીજી ઘટના ફરી એકવાર પ્રકાશમાં આવી છે. સી.આર પાટીલનાં પુત્રએ કલમ 144 ના નિયમોના ધજાગરા ઉજવતા પોતાનો જન્મ દિવસનો જાહેરમાં તાયફો કર્યો હતો.  સુરત કોર્પોરેશન દ્વારા કોઇ પણ પ્રકારનાં કાર્યક્રમના આયોજન પર પ્રતિબંધ લગાવાયો છે. જો કે સી.આર પાટીલનાં પુત્ર જિજ્ઞેશ પાટિલના જન્મ દિવસમાં તમામ નિયમોનાં પોલીસની નજરો સામે જ ધજાગરા ઉડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PALANPUR: રાકેશ ટિકૈતની સભા પહેલા કાળા વાવટા ફરક્યા, સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ


ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલનાં પુત્ર જીજ્ઞેશ પાટીલનાં પુત્રનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ એટલો ભવ્યો હતો કે, જન્મ દિવસની ઉજવણી માટે ભવ્ય સ્ટેજ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જ્યારે કાર્યક્રમમાં તે આવ્યો ત્યારે જાણે તે કોઇ મોટો રાજા મહારાજા હોય તે પ્રકારે ગુલાબની પાંખડીઓની વર્ષા કરીને તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેજ સુધી તેનું તથા તેનું પત્નીનું સ્વાગત જોઇને કોઇ નાનો મોટો રાજા પણ શરમાઇ જાય તેવું ભવ્ય સ્વાગત કરાયું હતું. 



VADODARA: રસીકરણનાં નામે આડેધડ કેમ્પો વચ્ચે સામે આવી વિચિત્ર ઘટના, સમગ્ર દેશની પહેલી ઘટના


જો કે આ અંગે જ્યારે જીજ્ઞેશ પાટીલનો સંપર્ક કરવામાં આવ્યો તો તેણે વાતચીતમાં જણાવ્યું કે, અમારા દરેક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. તમામ લોકોએ કાર્યક્રમ દરમિયાન માસ્ક પણ પહેરેલા હતા. મે મારી સ્પીચ દરમિયાન જ માસ્ક ઉતાર્યું હતું. જો કે કલમ 144 લાગુ હોવા અંગે પુછવામાં આવતા તેણે ગોળગોળ જવાબ આપ્યો હતો. જો કે પોતાનો બચાવ કરતા તેણે કહ્યું કે, મારા જન્મ દિવસની ઉજવણીમાં કોઇ પણ ગાઇડલાઇનનો ભંગ થયો નથી. 


ન બાળકીનો ફોટો હતો, ન અપહરણકારની માહિતી, તો પણ આ રીતે પોલીસે શોધી કાઢી


જીગ્નેશના જન્મ દિવસમાં સેનિટાઇઝર કે માસ્ક જેવા કોઇ નિયમનું પાલન થયું નહોતું. માસ્ક માત્ર દેખાવ પુરતુ લોકોએ દાઢી પર ચડાવી રાખેલું હતું. જો કે પરિવારમાં કોઇ વ્યક્તિનું મોત થયું હોય તો પણ આવા દુખના પ્રસંગમાં લોકોને ભગાડતું તંત્ર જન્મ દિવસની ઉજવણીમાં અદપવાળીને ઉભુ રહ્યું હતું. આંખ આડા કાન કર્યા હતા. જો કે હવે તેની વિરુદ્ધ કોઇ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી તંત્રએ કોઇ નેતા સામે કાર્યવાહી કરી હોવાના દાખલા નથી ત્યારે કાર્યવાહી થશે તે મૃગજળ સાબિત થાય તેવી શક્યતા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube