રાજ્યસભા ચૂંટણી: કોંગ્રેસ ગુજરાતમાંથી ભરતસિંહ અને શક્તિસિંહને મેદાનમાં ઉતારશે
આગામી 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપ દ્વારા પોતાના બંન્ને ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકી નિશ્ચિત છે. રાજ્યસભામાંથી આ બંન્ને ઉમેદવારોને ટિકિટ મળી છે. કાલે બંન્ને ઉમેદવારો ફોર્મ ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા રમીલાબેન બારા અને અજય ભારદ્વાજને પોતાનાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી ચુક્યા છે.
ગૌરવ પટેલ/ ગાંધીનગર : આગામી 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપ દ્વારા પોતાના બંન્ને ઉમેદવારોનાં નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહીલ અને ભરતસિંહ સોલંકી નિશ્ચિત છે. રાજ્યસભામાંથી આ બંન્ને ઉમેદવારોને ટિકિટ મળી છે. કાલે બંન્ને ઉમેદવારો ફોર્મ ભરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા રમીલાબેન બારા અને અજય ભારદ્વાજને પોતાનાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી ચુક્યા છે.
ગુજકેટની 31મી માર્ચે, સવાલાથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષામાં બેસશે
કોંગ્રેસ દ્વારા ભરત સિંહ સોલંકી ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે. માધવસિંહે KHAM (ક્ષત્રીય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમાજને સાધવાનો પ્રયાસ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 149 બેઠકો પર કોંગ્રેસને અપાવી હતી.
અમદાવાદ: ક્રૂર બાઇક સવારે યુવતીને 20 ફૂટ ઘસડી, સામે પણ જોયા વગર ફરાર
શક્તિસિંહ ગોહીલ બીએસસી, એલએલબી અને પત્રકારત્વનો અભ્યાસ શક્તિસિંહ ગોલ કરી ચુક્યા છે. ગુજરાત કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓમાંતેમની ગણત્રી થાય છે. ગુજરાત સરકારમાં બે વખત તેઓ પ્રધાનપદ પર પણ રહી ચુક્યા છે. કોંગ્રેસનાં રણનીતિકારોમાં તેમનો પણ સમાવેશ થાય છે. 1986માં ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ બન્યા. હાલમાં બિહાર કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસનાં પ્રભારીની જવાબદારી સંભાળી છે. 1989માં ગુજરાત રાજ્ય કોંગ્રેસ મહાસચિવ પદે નિમાયા છે. 1990માં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનાં સભ્ય બન્યા અને 1990માં ભાવનગર દક્ષિણ બેઠકથી ધારાસભ્ય બન્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube