રાજ્યમાં આજે મધરાતથી દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે: નીતિન પટેલ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 મેથી રાજ્યમાં 24 કલાક દૂકાનો અને રેસ્ટોરન્ટો ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે નીતિન પટેલે જણાવ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. દુકાનાદારોને દર વર્ષે રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તી મળશે. અને આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી વધશે અને પ્રજાનો વિકાસ પણ થશે.
હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત 1 મેથી રાજ્યમાં 24 કલાક દૂકાનો અને રેસ્ટોરન્ટો ખુલ્લી રાખી શકશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે નીતિન પટેલે જણાવ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને તમામ ચીજ વસ્તુઓ મળી રહેશે. દુકાનાદારોને દર વર્ષે રજીસ્ટ્રેશન કરવામાંથી મુક્તી મળશે. અને આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી વધશે અને પ્રજાનો વિકાસ પણ થશે.
મસુદ અઝહર મુદ્દે ભારતની જીત ગણાવી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે યુએન દ્વારા મસુદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના નિર્ણય પર કહ્યું કે, આ નિર્ણયમાં ભારતની જીત છે. આ નિર્ણય બાદ પાકિસ્તાને અઝહર પર સીધો પ્રતિબંધ લગાવી દેવો જોઇએ. યુ.એન દ્વારા કરવામાં આવેલા નિર્ણયથી દુનિયામાં આતંકવાદી પ્રવૃતિઓ પર લોક લગાવામાં સફળતા મળશે. ભારતની સમજાવટથી ચીને દ્વારા સાથ આપવામાં આવતા ભારતની વિદેશ નીતિની જીત થઇ છે. આ નિર્ણય ભારત અને ખાસ કરીને કાશ્મીર અને દેશમાં શાંતિ ફેલાશે.
સાબરમતી હોવા છતા અમદાવાદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં વાવેતરમાં 60 ટકાનો ઘટાડો
હાર્દિક પટેલ અંગે આપ્યું મહત્વનું નિવેદન
હાર્દિકના અનામત આંદોલન પુરૂ થયેલા નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત સરકાર આર્થિક અનામતનો અમલ કરી દીધો છે. જો હાર્દિક પટેલે જ્યારે કેન્દ્ર સરકારે અમલ શરૂ કર્યો તો તે સમયે હાર્દિકે આવકારી આંદોલન પુરૂ કરવાની વાત ન કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં અત્યારે કોઈ આંદોલન ચાલુ નથી ત્યારે આ નિવેદન કેમ કરવામાં આવ્યું તે જાણવાનો પ્રજાને અધિકાર છે. હાર્દિક પટેલના કરેલા નિવેદન કેમ કર્યું તેની પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. વધુમાં તેમણે ઉમેર્યું કે, હાર્દિકના નિવેદન પર સરકારને કશું કહેવાની જરૂર નથી.
કેદી નંબર 1750: બળાત્કારી નારાયણના કાજુ-બદામ બંધ, જેલનું ખાવાનું મળશે
અલ્પેશ કથીરિયાનો કેસ કોર્ટ મેટર ગણાવી
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક બાદ પાટીદાર અગ્રાણીઓ દ્વારા આપાવામાં આવેલા નિવેદનો અંગે તેમણે કહ્યું કે, અલ્પેશ કથીરિયાની મેટર કોર્ટ કેસ છે. તેના પર અનેક કેસો ચાલી રહ્યા છે. આ બાબત કોર્ટ હસ્તાક હોવાતી સરકાર આ અંગે કોઇ પણ દખલગીરી કરશે નહિ.