મૌલિક ધામેચા/અમદાવાદઃ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા વર્ષ 2020 અને 2021માં મહત્વના કેસો કરવામાં આવ્યા અને ડ્રગ્ઝની બદીને નાબૂદ કરવા માટે થઈને કટિબદ્ધતા દાખવી છે. કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્ય ડ્રગ્સની હેરાફેરી કરવા માટે ગુજરાત રાજ્ય ડ્રગ્સ માફિયાઓ માટેનો સિલ્ક રોડ બની ગયો છે રીતે ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ ક્યારેય નહોતું. પરંતુ તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા સંખ્યાબંધ કેસો કરવામાં આવ્યા છે. જેમાં એમડી ડ્રગ્સની સિન્ડિકેટની કમર તોડી નાખવામાં આવી છે. વર્ષ 2021 દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કેટલા અને કેવા કેવા પ્રકારના મહત્વના કેસ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મોટા કેસમાં એનસીબીને મળી સફલતા
- વર્ષ 2021માં ચરસના 8 કેસ NCBએ દાખલ કર્યા


- NCB ચરસનો 61.43 કિલો મુદ્દામાલ કબજે કરી 21 આરોપીઓને ઝડપ્યા.


- જ્યારે NCB એ વર્ષ 2021માં ગાંજાના 5 કેસ કરી 490.03 કિલો મુદ્દામાલ જપ્ત કરી 13 આરોપીઓને ઝડપી પાડયા છે.


- ઓપિયમ ડ્રગ્સના 3 કેસ કરી 19.439 કિલો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીઓને ઝડપી પાડયા છે.


- MD ડ્રગ્સના 3 કેસ કરી 5.593 કિલો મુદ્દામાલ જપ્ત કરી 9 આરોપીઓ ધરપકડ કરી હતી.


- કોકેઇનનો 1 કેસ કરી 4.275 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરી 1 આરોપીની કરી ધરપકડ.


- હેરોઇનનો 1 કેસ કરી 2.757 કિલો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓની કરી છે ધરપકડ


- મેથામ્ફેટામાઇન નો 1 કેસ કરી 0.974 ગ્રામ મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની કરી છે ધરપકડ 


- મેથાક્વોલોન નાં 2 કેસ કરી 7.487 કિલો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.


આ પણ વાંચોઃ જાણીતી મીઠાઈ શોપ ભોગીલાલ મૂલચંદનું સિમકાર્ડ સ્વેપ કરી 75 લાખની ઠગાઈ કરનાર બે આરોપીની ધરપકડ


NCBની ટીમે ગુજરાતમાંથી મેથાફેટામાઇન ડ્રગઝનો જથ્થો વધુ ઝડપી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગુજરાતમાં ચરસ, ગાંજો, અને એમ.ડી ડ્રગઝનો જથ્થો ઝડપી લેવામાં આવતો હોય છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં હેરોઇનના જથ્થાની હેરાફેરી પણ ગુજરાતમાં જોવા મળી રહી છે. નાપાક પાકિસ્તાન પોતાની મેલી મુરાદો પાર પાડવા માટે થઈને ગુજરાતના દરિયાઈ માર્ગે આ સફેદ ઝેર દરિયાઈ માર્ગે ગુજરાતમાં ઘુસાડી રહ્યો છે. પરંતુ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક રહેતી હોય છે. જેથી કરીને દરિયાઈ સિમ માંથી આવતું ડ્રગ્ઝ અને આરોપીઓને દબોચી લેવામાં આવતા હોય છે. 


ગુજરાત રાજ્ય આમ તો ડ્રાય સ્ટેટ માનવામાં આવે છે પરંતુ એવો કોઈ નશો નથી કે જે ગુજરાત મળી રહેતો ના હોય. એ બાબતની હકીકત છે કે નશા નો કાળો કારોબાર ચલાવવો કે પછી તેનું વેચાણ કરવું ગુજરાતમાં લોઢાના ચણા ચાવવા સમાન છે. પરંતુ તે છતાંય ગુજરાતના અલગ અલગ બંદરો પરથી ડ્રગ્ઝનો મોટો જથ્થો ઝડપાઇ જ જતો હોય છે મહત્વનું છે કે ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા, વલસાડ આવા કેટલાક જિલ્લાઓમાં ડ્રગઝનો કાળો કારોબાર અને તેની લે-વેચનો સિલસિલો વધુ જોવા મળી રહ્યો છે.બીજી તરફ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા કુરિયર મારફતે ડ્રગ્ઝની હેરાફેરી કરવામાં આવે છે. તેને લઈને હાલ વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube