જાણીતી મીઠાઈ શોપ ભોગીલાલ મૂલચંદનું સિમકાર્ડ સ્વેપ કરી 75 લાખની ઠગાઈ કરનાર બે આરોપીની ધરપકડ
થોડા સમય પહેલા જ શહેરના કંદોઇ ભોગીલાલ મૂળચંદ નામના મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને આરોપીઓએ ખાતામાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ કરીને 2 આરોપીઓની ધરપકડ તો કરી છે.
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદઃ શહેરના જાણીતા મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને 75 લાખની ઓનલાઇન છેતરપિંડીના કેસમાં અમદાવાદ સાઇબર ક્રાઇમે 2 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હજુ પણ વેપારીએ ગુમાવેલા 75 લાખમાંથી એક રૂપિયો પણ પરત મળ્યો નથી. સાઇબર ક્રાઈમે હાલ તો માત્ર આઈઓપીને પડકી સંતોષ માન્યો છે ત્યારે સવાલ એ થાય કે સાઇબર ક્રાઇમની ટીમ ભોગ બનનારના રૂપિયા પરત અપવવામાં કેટલી સફળ?
થોડા સમય પહેલા જ શહેરના કંદોઇ ભોગીલાલ મૂળચંદ નામના મીઠાઈના વેપારીનું સિમ સ્વેપ કરીને આરોપીઓએ ખાતામાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. જેની સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદના આધારે પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ કરીને 2 આરોપીઓની ધરપકડ તો કરી છે. પરંતુ આ બંને આરોપીઓ પણ મુખ્ય આરોપીની ઠગાઈનો ભોગ બન્યા છે. આ કેસનો માસ્ટર માઈન્ડ રાહુલે છેતરપિંડીનો કારસો રચ્યો હતો. રાહુલે ઝડપાયેલા બંને આરોપી કુંદન અને અમરેશના બેન્ક એકાઉન્ટ વિદેશથી નાણાં મંગાવવા માટે ભાડે લીધા હતા. જેના માટે રાહુલ બંને આરોપીઓને 50 હજાર ચૂકવવાનો હતો. જો કે એકાઉન્ટનો ઉપયોગ કર્યા બાદ રાહુલે આરોપીઓને 50 હજાર ન ચૂકવીને તેમની સાથે પણ છેતરપિંડી આચરી હતી. અને જ્યારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને જાણ થઈ કે આ ગુનો આચરવામાં કુંદન અને અમરેશના એકાઉન્ટનો ઉપયોગ થયો છે. ત્યારે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
આરોપીએ શનિવારે ભોગ બનનાર નું સિમ સ્વેપ કર્યું હતું. જેથી શનિ-રવિ બે દિવસ નેટવર્ક ઓપરેટરની ઓફિસો બંધ હોવાથી સિમ બંધ પણ ના થઇ શકે. એ દરમ્યાન 2 દિવસમાં જ આરોપીએ 75 લાખ રૂપિયા કુંદન અને અમરેશના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. આરોપીએ 75 લાખ રૂપિયા એક કરતાં વધારે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હોવાને કારણે સાઇબર ક્રાઈમને ગુમાવેલા નાણાં પરત મેળવવામાં સફળતા નથી મળી. જો કે મુખ્ય આરોપી રાહુલ અને તેના સાગરીતની વિગતો ટ્રાન્ઝેક્શનના આધારે સાઇબર ક્રાઈમને મળી છે. જેના આધારે મુખ્ય આરોપીને પકડવાની સાઇબર ક્રાઇમે તજવીજ હાથ ધરી છે.
ઓનલાઇન ઠગાઈ આચરનાર આરોપીઓ અન્ય વ્યક્તિઓના એકાઉન્ટ ઊંચી કિંમત ચૂકવીને ભાડે મેળવતા હોય છે. જો કે આવા વ્યક્તિઓની પણ આવા ગુનામાં સંડોવણી ગણાતી હોય છે. જેને કારણે એકાઉન્ટ ભાડે આપનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. જેને કારણે બેંકની વિગતો ક્યારેય કોઈ વ્યક્તિ સાથે આપ-લે અથવા બેન્ક એકાઉન્ટ કોઈને ભાડે ન આપવા માટે સાઇબર ક્રાઈમના DCP સૂચન કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે