વડોદરા : બે સંતાનના પિતાએ લગ્નની લાલચ આપીને 19 વર્ષીય યુવતીને ભગાડીને દોઢ મહિના સુધી બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધીને તરછોડી દેતા ઘટના સાવલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે યુવતીની ફરિયાદનાં આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લા સાવલી તાલુકાની 19 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વાંકાનેર ગામમાં રહેતા બે સંતાનના પિતા પૃથ્વી જશુભાઇ મકવાણા સાથે છેલ્લા બે વર્ષથી યુવતીના પ્રેમમાં હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૃથ્વી પોતાની હવસ સંતોષવા માટે યુવતીને પોતાના પરિવારને છોડી લગ્નની લાલચ આપી હતી. મે મહિનામાં મોટી બહેનના લગ્ન હોવાથી પરિવાર સાથે યુવતી ગોઠડા ગઇ હતી. જ્યાં પૃથ્વી પણ પહોંચ્યો હતો અને યુવતીને ફોન કરીને બોલાવી હતી. જ્યાં યુવતીને લગ્નની લાલચ આપીને દાહોદ ભગાડી ગયો હતો. જો પોતાની સાથે ન આવે તો તેના પિતા તથા ભાઇને મારી નાખવાની ધમકી પણ આપી હતી. 


દાહોદમાં એક માસના રોકાણ દરમિયાન યુવતી સાથે અવારનવાર સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ મંજુસર ખાતે આવીને ભાડાનું મકાન રાખ્યું હતું. GIDC માં નોકરી ચાલુ કરી બંન્નેએ પતિ પત્નીની જેમ જીવન જીવવાનું ચાલુ કર્યું હતું. પૃથ્વીએ યુવતીને જણાવ્યું કે, મારે ગરે જવું છે તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે, તેમ કહીને ઘર છોડીને ફરાર થઇ ગયો હતો. હાલ તો સાવલી પોલીસે ઘટના અંગે ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube