રવિ અગ્રવાલ / વડોદરા : ફાયર બ્રિગેડના સિનિયર અધિકારીએ જુનિયર અધિકારીને લાફો મારતા વિવાદ સપાટી પર આવ્યો છે. હાલ આ સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો છે. જોકે સીનિયર અધિકારી લાફો મારવાની વાતને સમર્થન નથી કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે 22 જુલાઈના રોજ બદામડી બાગ ખાતે આવેલી સીટી કમાન્ડ કંટ્રોલ ઓફિસના પાર્કિંગમાં સબ ફાયર ઓફિસર દર્શન કોઠારીને લાફો માર્યો હોવાના આક્ષેપ ખુદ પોતે દર્શન કોઠારીએ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VADODARA પોલીસ આ રીતે આરોપીઓ પકડે છે? જેણે ચોરી જ નથી કરી તેને ઢોર માર માર્યો


સબ ફાયર ઓફિસર દર્શન કોઠારી, અનિરુદ્ધસિંહ ઝાલા અને કિરણ બારીયાને ડી ગ્રેડ કરવાનો મેમો પણ આપવામાં આવ્યો છે. દર્શન કોઠારીના અનુસાર તેમના માતાના ઘૂંટણના ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશન માટે રજા માંગવા તેઓ ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાસે ગયા હતા. રજા સાથે સ્ટેશન બદલીની માંગ પણ તેમણે કરી હતી. ત્યાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે દર્શન કોઠારીને ફાયરની ગાડીનો પર્સનલ ઉપયોગ કેમ કરો છો તેમ કહીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. જો કે ત્યાર બાદ બંન્ને વચ્ચેની બોલાચાલી ઉગ્ર થતા ઉચ્ચ અધિકારીએ લાફો ઝીંકી દીધો હતો. 


સુરતમા શોધાયુ એવુ મશીન, જેમાં એક્સ-રે વગર ઘૂંટણની તકલીફો જાણી શકાશે


આ સાથે દર્શન કોઠારીને ક્લીનર અને ડેડ બોડી એમ્બ્યુલન્સની ફરજ અદા કરવા ચીફ ફાયર ઓફિસરે મૌખિક ઓર્ડર કરયો હતો. સબ ફાયર ઓફિસરના રેન્ક પ્રમાણે ન આવતી કામગીરી તેમને સોંપવામાં આવી હતી. જોકે મૌખિક ઓર્ડર કરી દાંડિયા બજાર ફાયર બ્રિગેડ બદલી કરાતા તે કામગીરી કરવાનો દર્શન કોઠારીએ ઇનકાર કર્યો હતો. જોકે સમગ્ર મામલે ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટએ વિવાદ થયો હોવાનું સ્વીકાર્યું, પણ લાફો માર્યો હોવાની વાત સ્વીકારી ન હતી, ઘટનાના દિવસની સમગ્ર માહિતી તેમની પાસે છે અને આ મામલાની તપાસ પણ ચાલી રહી છે તેમ ચીફ ફાયર ઓફિસર એ જણાવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube