વલસાડ : જિલ્લાના વાપી તાલુકામાં રહેતી સગીરાને 26 જુલાઈના રોજ ભગાડી ગયો હતો. પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે FIR નોંધાવી હતી. તે કેસમાં આરોપી પુના ખાતેથી સગીરાના પરિવારના સભ્યોએ તેમજ પોલીસે ઝડપી વાપી ટાઉન પોલોસ સ્ટેશન લવાયો હતો. વાપી ટાઉન પોલીસે સગીરાનું અપહરણ રનાર આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD માં પુત્રએ આપઘાત કરતા પિતાનો પણ આપઘાત, કારણ જાણીને ચોંકી ઉઠશો


વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી એક સગીરાને નજીકમાં જ રહેતો એક યુવક સાથે નજર મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. 26 જુલાઈના રોજ યુવક સગીરાને વાપીથી ભગાડી લઈ ગયો હતો. સગીરાના પરિવાર જનોએ સગીરાના અપહરણની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકે નોંધાવી હતી. અપહરણની FIRમાં શકમંદ તરીકે સગીરાના પરિવાર જનોએ કર્ણાટકના દિપકભાઈ બસારાજ ઉપર શંકા દર્શાવી હતી. પોલીસે દિશામાં તપાસ હાથ ધરી ટેક્નિકલ એનલિસીસથી તપાસ હાથ ધરી યુવક અને સગીરા સુધી પહોંચી હતી. બંન્ને ઝડપી લીધા હતા.


Morbi ના કુખ્યાત મમુદાઢીની જાહેરાતમાં હત્યા, ફિલ્મોને ટક્કર મારે તેવી રીતે 4 ગેંગોએ મળી બજાવી ગેમ


વાપી ટાઉન પોલીસ મથકે પ્રાથમિક પૂછપરછ કરતા સગીરાની મરજી વિરૂદ્ધ યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું હતું.  પુના અને મહારાષ્ટ્રના અલગ અલગ સ્થળે લઈ જઈ સગીરા પર દુષ્કર્મ કરાયું હતું. પોલીસે યુવક વિરૂદ્ધ પોકસો એક્ટ હેઠળ યુવકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી. વાપી એક જી આઈ ડી સી વિસ્તાર આવેલો છે. દરેક જાતિના લોકો વસે છે. છાશવારે વાપીમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, પરંતુ પોલીસ પણ આવી ઘટનાઓ પર પકડ બનાવી છે. તત્કાલિક નિરાકરણ આવે એ પ્રકારની કામગીરી દર્શાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube