ઝી ન્યૂઝ/અમરેલી: ગુજરાતમાં છેલ્લા કેટલાંક દિવસથી અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. હજુ પણ હવામાન વિભાગે 15 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મેઘરાજાએ ઘણા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકતા પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. અનેક તળાવો અને નદીઓ ઉફાન પર છે, જેણા કારણે જળબંબાકારની સ્થિતિ છે. ગુજરાતના 111 તાલુકામાં આજે વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ સવા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 33 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના 4 જિલ્લાઓમાં શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને લીધે અનેક જિલ્લામાં રજા જાહેર કરાઈ છે. જેમાં નવસારી, વલસાડ, અમરેલી અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. ગુજરાતના ચારેય જગ્યાએ 14 અને 15 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા રહેશે સતત વરસાદી માહોલને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.


ભારેથી અતિભારે વરસાદના કારણે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે 14- 15 જુલાઈ એમ બે દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આગામી બે દિવસ માટે અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. એટલે અમરેલી જિલ્લામાં પણ 14 અને 15 જુલાઇ જીલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube