અજય શીલુ/પોરબંદર: ગાંધીભૂમિ પોરબંદર ખાતે 40 કરોડથી વધુના ખર્ચે સૌરાષ્ટ્રના પ્રથમ એવા અસ્માવતી રીવરફ્રન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધી જયંતી નિમિત્તે પોરબંદર આવી રહેલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી કિર્તીમંદિર ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ આ રીવરફ્રન્ટનું લોકાર્પણ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રવાસનને વેગ આપવા તેમજ પોરબંદર વાસીઓને એક સુંદર ફરવાલાયક સ્થળ મળી રહે તેવા ઉદેશ્ય સાથે રીવરફ્રન્ટનુ નિર્માણ કરાયુ છે. રાજ્યમાં અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ બાદ સૌરાષ્ટ્રમાં પ્રથમ એવા અસ્માવતી રીવરફ્રન્ટનું નિમાર્ણ ગાંધીભુમિ પોરબંદરમાં કરવામાં આવ્યું છે. બે કિલોમીટરની લંબાઇ ધરાવતા અસ્માવતી રીવરફ્રન્ટ પ્રવાસીઓને આકર્ષવા મહત્વનું યોગદાન આપશે.


પંચમહાલ: કરાડ નદીના તણાયેલા વિદ્યાર્થીને પોલીસ જવાને જીવના જોખમે બચાવ્યો


પોરબંદર અને છાંયા એમ બે નગરપાલિકાને જોડતા અસ્માવતી રીવરફ્રન્ટનું નામ પૌરાણીક કથાઓમાં ઉલ્લેખીત અષ્માવતી નદી પરથી રખાયુ છે. અહિં બાળકો માટે મનોરંજનની પુરતી વ્યવસ્થા છે. રીવરફ્રન્ટ પર 2 હજાર લોકોની ક્ષમતા ધરાવતો પાર્ટી પ્લોટ,વિશાળ મેડીટેશન પાર્ક, ફલાવર પાર્ક,વિશાળ ફુડઝોન સહિતની આધુનિક સવલત ઉભી કરવામાં આવી છે.


જુઓ LIVE TV :