`ફાંકા મારનારાઓનું કંઈ ચાલશે નહીં, આ વખતે ભાજપ ભરૂચ લોકસભાની સીટ 5 લાખની લીડથી જીતશે`
Loksabha Election 2024: આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા તેમજ કાર્યકરો આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ પોતાની શરૂઆત કરી દીધી છે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા ખાતે તાલુકા કક્ષાના કાર્યાલયનું ઉદઘાટન સાંસદ તેમજ ભાજપના કાર્યકરો નેતાઓ દ્વારા કરાયું હતું. લોકસભાની ચૂંટણીને થોડા દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ તેની શરૂઆત કરી દીધી છે અને ભાજપ અલગ અલગ વિસ્તારની અંદર પોતાના કાર્યો શરૂ કરી રહે છે.
'તારે પોલીસના નહીં મારા DSP બનવાનું છે' કહી બજરંગદાસ બાપાએ કોલ લેટર ફાડ્યો! પછી...
આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પૂર્વ ધારાસભ્ય મોતીસિંહ વસાવા તેમજ કાર્યકરો આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ફટાકડા ફોડીને કાર્યાલયની શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત પૂજન વિધિ પણ કરાઈ હતી.
દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને કાળ ભરખ્યો! ડમ્પર ચાલકે કચડી નાખતાં કરૂણ મોત
આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે આ વખતે લોકસભાની સીટ તેઓએ ભાજપ પાંચ લાખ કરતા પણ વધારે મતોથી જીતી જશે. સાથે સાથે તેમને દાવો કર્યો હતો કે અન્ય પાર્ટીના લોકો જે ફાકા મારી રહ્યા છે, બંઘા ફૂંકી રહ્યા છે, પરંતુ તેમનું કશું ચાલવાનું નથી. ભાજપ સતત આ વખતે પણ પાંચ લાખ કરતા પણ વધારે લીડથી ભરૂચ લોકસભાની સીટ જીતશે. સાથે સાથે તેમને જે ડેડીયાપાડા સાગબારામાં પણ આ વખતે મોટા પ્રમાણમાં લીડ મળશે તેઓ તેમને દાવો કર્યો છે.
500 રૂપિયા લઇને નિકળેલા વ્યક્તિએ મહેનતથી લખ્યું નસીબ, શૂન્યથી 7 હજાર કરોડ સુધીની સફર