ઉદય રંજન/અમદાવાદ: શહેરના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એટીએમ મશીનમાંથી ચોરી કરવાનો પ્રયત્ન કરવાની ઘટના સામે આવી હતી અને જેમાં આરોપીએ મોજશોખ માટે પૈસા જોતા હોવાથી આ ચોરીનો પ્રયાસ કર્યો હોવાની હકીકત તપાસમાં સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આગામી 48 કલાકમાં અહીં થઈ શકે છે જળપ્રલય! જાણો અંબાલાલ પટેલની ભયાનક આગાહી


પહેલા આ સીસીટીવીને જુવો જ્યાં એક વ્યક્તિ ATM તોડીને ચોરીનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે પોતાનાના કામમાં સફળ થયો નથી અને જતો રહ્યો હતો. આ ઘટના છે અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નારોલ સર્કલનું....25મી જૂનના રોજ સવારે પોણા 6થી 9 વાગે વચ્ચે સમયે અજાણ્યા વ્યક્તિ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ રૂમમાં પ્રવેશ કરીને બહારનો લોક તોડી એટીએમ મશીન તોડવાનો અને ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.



ગુજરાતનું ગોલ્ડન ગામ! ગામમાં છે પર્સનલ પાર્લામેન્ટ, AC બસ સ્ટેન્ડ અને સોનાની દિવાલો


પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી અને તપાસમાં સામે આવ્યું કે આરોપી શાનું ઈકબાલભાઈ કુરેશી છે. આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે તે પોતે મટનની દુકાન ચલાવતો હોય અને મોજ શોખ કરવા માટે તેણે પૈસાની જરૂર હોવાથી આ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ ગુનામાં ઝડપાયેલો આરોપી શાનું કુરેશી અગાઉ પણ નારોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં લૂંટના ગુનામાં ઝડપાયો હોવાની તપાસમાં હકીકત સામે આવી છે. જેથી પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.


પહેલા MBBS પછી IAS, જ્યાં ગયા ત્યાં લાઈમલાઈટ મેળવી: IAS ધવલ પટેલે સરકારને ભેરવી દીધી


નોંધનીય છે કે હાલ તો આરોપી મોજશોખ માટે ચોરીનો પ્રયાસ કરવાની કબૂલાત કરી છે ત્યારે ખરેખર આ જ કારણ છે કે પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા તપાસ તેજ કરી છે.


ઘોર કળિયુગ! પરિણીતાને સંતાન ન થતાં પતિએ પત્નીને બનેવી સાથે હલાલો કરાવ્યો, પછી...