ગુજરાતમાં આગામી 48 કલાકમાં અહીં થઈ શકે છે જળપ્રલય! જાણો અંબાલાલ પટેલની ભયાનક આગાહી

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી વરસાદનું જોર જોવા મળ્યું છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી સમયમાં રાજ્યભરમાં કેવો વરસાદ પડશે તેની આગાહી કરી છે. અંબાલાલ પટેલે  ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે. 

1/5
image

રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ છે. શહેરના માધાપર ચોકડી, રામાપીર ચોકડી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. જેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ. રાજકોટ શહેરની સાથે જેતપુર, ધોરાજી જેવા તાલુકામાં પણ વરસાદ પડ્યો. તો કચ્છમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો. અબડાસાના મોથાળા, કોઠારામાં વરસાદ પડ્યો. જેના કારણે રસ્તા પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો  સામે આવ્યા. 

2/5
image

તો અમરેલીના સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદી માહોલ છે. વલસાડનું ઉમરગામ આજે પણ ધોધમાર વરસાદથી પાણી પાણી થયું. તો નવસારી શહેર અને તાલુકામાં સતત વરસાદ પડી રહ્યો છે. સવારના છ કલાકમાં અહીં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો.  તાપીના વ્યારામાં પણ ધોધમાર વરસાદથઈ પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી. જો કે, આ વરસાદ ખેડૂતો માટે સારી વાવણીની આશા લઈને આવ્યો છે.

અંબાલાલ પટેલની આગાહી

3/5
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં 12 ઇંચ અને મધ્ય ગુજરાતમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પુર આવી શકે છે. આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિભારે વરસાદ પડી શકે છે.

4/5
image

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે, અમરેલી, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મહેસાણા, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ પડશે. મહેસાણાથી ચોટીલા સહિતના પટ્ટામાં સાર્વત્રિક વરસાદ પડશે.

હવામાન વિભાગે શું કરી આગાહી

5/5
image

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સુરત, ભરૂચ, ડાંગ ,તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી 5 દિવસ વરસાદ રહેશે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ રહેશે.