અમદાવાદઃ દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને સારી રીતે થાય છે. ગુજરાતનું દેશના અન્ય રાજ્યોમાં ઉદાહરણ આપવામાં આવે છે. ગુજરાતમાં લોકશાહીના મૂલ્યો જળવાયેલા રહ્યા છે. પરંતુ 7 મેએ મહીસાગરમાં લોકશાહીના મૂલ્યોને તાર તાર કરી નાંખે તેવી ઘટના બની. એક એવી ઘટના બની કે જેના કારણે ગુજરાત પર કાળી ટીલ્લી લાગી ગઈ. ખુલ્લેઆમ લોકશાહીનું ચિરહરણ કરવામાં આવ્યું અને મુકપ્રેક્ષક બનીને ગુજરાતની જાબાંઝ પોલીસ તથા ચૂંટણીનું તંત્ર જોતું રહ્યું. જુઓ ગુજરાતમાં થયેલી લોકશાહીની હત્યાનો આ અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શબ્દો છે ગુજરાતમાં લોકશાહીની જાહેરમાં હત્યા કરનારા એક નફ્ફટ, નરાધમ મહીસાગરના લુખ્ખા વિજય ભાભોરના. આ લુખ્ખાએ એવું કાંડ કર્યું કે જેના કારણે ગુજરાતના માથા પર કાળી ટીલ્લી લાગી ગઈ. ન માત્ર કાળી ટીલ્લી પરંતુ 141 કરોડ દેશવાસીઓના સપનાઓની પણ હત્યા કરી નાંખી. જે ધોળિયા અંગ્રેજો સામે દોઢસો વર્ષ પછી આઝાદી મળી હતી તે આઝાદીને પણ આ નાલાયકે ધૂળમાં મિલાવી દીધી. જે અંગ્રેજો સામે મહાત્મા ગાંધીથી લઈ ભગવાન બિરસા મુંડા લડ્યા. તે ભગવાન બિરસા મુંડાનું પણ આદિવાસી સમાજમાંથી આવતા આ બે કોડીના ગુંડાએ અપમાન કર્યું. દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા અને દેશમાં લોકશાહીની સ્થાપના માટે જેમણે પોતાના બલિદાન આપ્યા હતા તે તમામ સ્વાતંત્ર સૈનાનીઓના સપનાઓ પણ ભાજપના નરાધમે ચકનાચુર કરી નાંખ્યા. ફરી એકવાર જુઓ લોકશાહીને પોતાના બાપની જાગીર સમજતા આ લુખ્ખાનું કાંડ....


આ પણ વાંચોઃ ફાઈનલ આંકડા જાહેર, 3 સીટ પર 10 લાખથી ઓછું મતદાન, ભાજપ-કોંગ્રેસના ગણિતો બગાડશે


લોકશાહીની જાહેરમાં હત્યા કરનારાનું નામ વિજય ભાભોર છે. આ કપૂતનો બાપ રમેશ ભાભોર પ્રદેશ ભાજપમાં આદિવાસી મોર્ચાનો ઉપાધ્યક્ષ છે. ગોઠીબ તાલુકા પંચાયતનો પ્રમુખ પણ રહી ચુક્યો છે રમેશ ભાભોર. કેસરી ખેસવાળા આજ ભાભોરના રાક્ષસી સંતાનના હાથમાં જો સત્તા આવી જાય તો શું થાય?. આ વિજય ભાભોર નામનો આ રાક્ષસ શું ન કરી શકે?. આ નાલાયક, નરાધમ દેશમાં લોકશાહી જેવું કંઈ રહેવા દે ખરાં?. સત્તા અને નશામાં ધૂત આ કેસરી રાક્ષસે ભગવા રંગને પણ લજવ્યો છે. આ નરાધમે જે કાંડ કર્યું છે તે તો કર્ણાટકના પ્રજ્વલ રેવન્ના કરતું પણ મોટું છે. જો કે હવે બધુ થઈ ગયા પછી જાગેલી પોલીસે આ નફ્ફટને ઝડપી લીધો છે અને તેની સામે કાર્યવાહી શરૂ કરી છે.


કોણ છે લોકશાહીનો હત્યારો? 
લોકશાહીની જાહેરમાં હત્યા કરનારનું નામ વિજય ભાભોર છે
આ કપૂતનો બાપ રમેશ ભાભોર પ્રદેશ ભાજપમાં આદિવાસી મોર્ચાનો ઉપાધ્યક્ષ 
ગોઠીબ તાલુકા પંચાયતનો પ્રમુખ પણ રહી ચુક્યો છે રમેશ ભાભોર


મહીસાગરના પરથમપુર પ્રાથમિક શાળામાં બનાવેલા મતદાન મથક પર બનેલી આ ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ ઘટનાને કારણે સવાલ જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ પણ ઉઠી રહ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સામે પણ અનેક સવાલોનો મારો લોકો કરી રહ્યા છે. સબ સલામતના દાવા કરતી ગુજરાતની પોલીસ આ ઘટના બની ત્યારે ક્યાં સુઈ રહી હતી. ગલીનો એક મવાલી ખુલ્લેઆમ લોકશાહીની હત્યા કરી રહ્યો હતો.અન્ય મતદારોના મત પોતાની મરજી પ્રમાણે ભાજપને આપી રહ્યો હતો ત્યારે પોલીસ, પ્રિસાઈન્ડિંગ ઓફિસર ક્યાં મરી ગયા હતા?...તો જેના માથે આખા જિલ્લામાં ચૂંટણીની જવાબદારી હોય તે કલેક્ટર આ ઘટનામાં ક્યાં થાપ ખાઈ ગયા?. કેમ તેમને આખી ઘટના બન્યા પછી જાણકારી મળી?....


આ પણ વાંચોઃ ગુજરાતમાં ઓછું મતદાન: કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડા


તંત્ર સામે અનેક સવાલ 
ગુજરાતની પોલીસ આ ઘટના બની ત્યારે ક્યાં સુઈ રહી હતી
પોલીસ, પ્રિસાઈન્ડિંગ ઓફિસર ક્યાં મરી ગયા હતા?
ચૂંટણીની જવાબદારી હોય તે કલેક્ટર આ ઘટનામાં ક્યાં થાપ ખાઈ ગયા?
કલેક્ટરને કેમ આખી ઘટના બન્યા પછી જાણકારી મળી?


ભાજપ કેન્દ્ર અને રાજ્ય બન્ને જગ્યાએ સત્તામાં છે. શું સત્તામાં હોઈએ એટલે શાંત અને સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં આ ધંધા કરવાના?...કેડરબેઝ કહેવાતી ભારતીય જનતા પાર્ટી પોતાના કાર્યકરોને આવા કામ કરવા માટે ખુલ્લી છૂટ આપે છે?...ગુજરાતની જનતા સવાલ પણ પૂછી રહી છે કે શું આવી રીતે જ તમે ચૂંટણી જીતો છો?...ભાજપ હવે પોતાના આ લુખ્ખા નેતા સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. બાકી મહીસાગર વહીવટી તંત્ર અને પોલીસ નમાલી સાબિત થઈ છે. બૂથ કેપ્ચરિંગનું લાઈવ સ્ટ્રિમિંગ કર્યું છતાં જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તેને કેમ છાવર્યો તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે. બૂથમાં આ લુખ્ખો મોબાઈલ લઈને કેવી રીતે ગયો તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.


ભાજપ સામે જનતાના સવાલ
શું સત્તામાં હોઈએ એટલે ગુજરાતમાં આ ધંધા કરવાના?
કેડરબેઝ કહેવાતી ભાજપ આવા કામ કરવા માટે ખુલ્લી છૂટ આપે છે?
શું આવી રીતે જ તમે ચૂંટણી જીતો છો?


લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની મરજી પ્રમાણે મત આપવાનો અધિકાર છે. જનતા જેને ઈચ્છે તેને મત આપી શકે છે. પરંતુ વિજય ભાભોર નામના આ મવાલી અને તેના બાપ રમેશ ભાભોરે સાથે મળી મત ભાજપમાં નખાવ્યા...આ બાપ-બેટાએ ભેગા મળી લોકશાહીનું ચીરહરણ કરી નાંખ્યું...અને ગુજરાતમાં લોકશાહીના કાળા ઈતિહાસમાં એક પાનું ઉમેરી દીધું છે. હવે જોવાનું રહેશે કે આ નપાવટ પુત્ર વિજય ભાભોર અને નપાવટના બાપ રમેશ ભાભોર પર ભાજપ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે?....