ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડા


ગુજરાતમાં 25 લોકસભા સીટ પર મંગળવારે મતદાન થયું હતું. સામે આવેલા આંકડા પ્રમાણે 60 ટકા જેટલું મતદાન થયું છે. મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતપોતાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો ઓછા મતદાનથી કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?
 

ગુજરાતમાં ઓછું મતદાન : કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન?, આ છે રાજકીય ગણિતોના આંકડા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચે જે આંકડા આપ્યા તે મુજબ 2014 અને 2019ની સરખાણીએ ઓછું મતદાન થયું. મતદારો ભીષણ ગરમીને કારણે જોઈએ તેટલી સંખ્યામાં મતદાન મથક સુધી ન પહોંચ્યા. જોકે 60 ટકા જેટલું મતદાન થયું તેના કારણે રાજકીય પાર્ટી પોત પોતાની જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આ ઓછું મતદાન કોને ફાયદો અને કોને કરાવશે નુકસાન?...જુઓ આ અહેવાલમાં....

વધુ મતદાન માટે ચૂંટણી પંચે અનેક પ્રયાસો કર્યા પરંતુ મતદારોમાં જોઈએ તેટલી જાગૃતિ ન જ આવી અને હાલના આંકડા પ્રમાણે ગુજરાતમાં 2014 અને 2019ની સરખામણીએ ઓછું મતદાન થયું. આ ઓછા મતદાનથી ભાજપ અને કોંગ્રેસ બન્ને પોતાની તરફી મતદાન થયું હોવાના દાવા કરી રહ્યા છે. પરંતુ સત્ય શું છે તેતો 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડી જશે. 

ટકાવારથી શું લગાવી શકાય અનુમાન? 

  • સરેરાશ મતદાનનો આંકડો 62 કે 63 ટકાની આસપાસ આવીને ઉભો રહેશે
  • મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે શુભ નથી
  • કોંગ્રેસ આ વખતે 7 થી 8 સીટો જીતવાની વાતો કરતી હોય
  • બનાસકાંઠામાં વધુ મતદાન તરફેણમાં હોવાની આશા રાખતી હોય
  • મતદાનનો આંકડો કોંગ્રેસની તરફેણમાં હોય એવું લાગતું નથી
  • છેલ્લી 2 લોકસભાની જેમ આ વખતે આંકડો 50 ટકાને પાર ગયો છે
  • મતદારોનું 50 ટકા મતદાન પણ ભાજપ માટે જીત નક્કી કરી દે છે
  • 50 ટકા નહીં પણ તેનાથી લગભગ 12 થી 13 ટકા વધુ મતદાન થયું છે

ગુજરાતમાં અંદાજિત 60 ટકા જેટલું મતદાન થયું. જેમાં સૌથી વધુ વલસાડમાં 70 ટકા જેટલું અને સૌથી ઓછું અમરેલીમાં 48 ટકા જેટલું મતદાન થયું. હવે ગુજરાતમાં કઈ લોકસભા ચૂંટણીમાં કેટલું મતદાન અને કોને કેટલી બેઠક મળી હતી તેના પર એક નજર કરીએ તો, 1999માં 47.3 ટકા થયું તો ભાજપને 20 અને કોંગ્રેસને 6 બેઠક મળી, 2004માં 45.16 ટકા થયું તો, ભાજપને 14 અને કોંગ્રેસને 12 બેઠક મળી, 2009માં 47.89 ટકા મતદાન થયું તો ભાજપને 15 અને કોંગ્રેસને 11 સીટ મળી, 2014માં 63.66 ટકા મતદાન થયું તો ભાજપને તમામ 26 બેઠક મળી, 2019માં 64.51 ટકા મતદાન થયું તો ભાજપને તમામ 26 સીટ મળી. હવે 2024માં અંદાજિત 60 ટકા જેટલું મતદાન થયું છે. તો કોને કેટલો ફાયદો થાય છે તે જોવાનું રહેશે.

વર્ષ         મતદાન    ભાજપને બેઠક    કોંગ્રેસને બેઠક 
1999      47.03 ટકા        20             06
2004       45.16 ટકા        14            12
2009       47.89 ટકા        15            11
2014       63.66 ટકા        26            00    
2019       64.51 ટકા        26            00

મતદાનની ટકાવારીથી કોને કેટલો ફાયદો અને કેટલું નુકસાન તે સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ગુજરાતમાં જ્યારે 50 ટકાથી ઓછું મતદાન થયું ત્યારે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં સીટો સમાન જેવી આવી પરંતુ જ્યારે મતદાન 50 ટકાની ઉપર ગયું તો સીધો ફાયદો ભાજપને થયો છે. 2014 અને 2019 તેના ઉદાહરણ છે. ગુજરાતમાં આ વખતે પણ મતદાનનો આંકડો 50 ટકાની ઉપર ગયો છે. તો હાલ એવું સમજી શકીએ કે ફાયદો ભાજપના પક્ષમાં વધારે છે. 

ટકાવારી પરથી શું સમજી શકાય? 
50 ટકાથી ઓછું મતદાન થયું ત્યારે ભાજપ-કોંગ્રેસને સીટો સમાન આવી. જ્યારે મતદાન 50 ટકાની ઉપર ગયું તો સીધો ફાયદો ભાજપને થયો. 2014 અને 2019ની ચૂંટણી તેના ઉદાહરણ છે. ગુજરાતમાં આ વખતે પણ મતદાનનો આંકડો 50 ટકાની ઉપર ગયો છે.

ચૂંટણી પંચે હજુ મતદાનની ટકાવારીનો સ્પષ્ટ આંકડો આપ્યો નથી. આ આંકડો આવતા હજુ એક દિવસ જેટલો સમય લાગશે. મતદાનની હાલની ટકાવારીમાં કદાચ બેથી ત્રણ ટકાનો વધારો થઈ શકે તેમ છે. એ અંદાજ લગાવીએ તો ફરી એકવાર ગુજરાતમાં સરેરાશ મતદાનનો આંકડો 62 કે 63 ટકાની આસપાસ આવીને ઉભો રહેશે. આ આંકડો કોંગ્રેસ માટે શુભ નથી. કોંગ્રેસ ભલે ગુજરાતમાં આ વખતે 7 થી 8 સીટો જીતવાની વાતો કરતી હોય, બનાસકાંઠામાં વધુ મતદાન તેમની તરફેણમાં હોવાની આશા રાખતી હોય પણ રાજ્યના કુલ સરેરાશ મતદાનનો આંકડો કોંગ્રેસની તરફેણમાં હોય એવું લાગતું નથી. કારણકે, છેલ્લી બે લોકસભાની ચૂંટણીઓની જેમ આ વખતે ફરી એકવાર ગુજરાતમાં સરેરાશ મતદાનનો આંકડો 50 ટકાને પાર ગયો છે. ગુજરાતના મતદારોનું 50 ટકા મતદાન પણ ભાજપ માટે જીત નક્કી કરી દે છે. અહીં તો 50 ટકા નહીં પણ તેનાથી લગભગ 12 થી 13 ટકા વધુ મતદાન થયું છે. મતદાનની આ ટકાવારી અને અગાઉના મતદાનનો ઈતિહાસ કોંગ્રેસના સપનાઓ પર પાણી ફેરવી શકે છે. જો કે હાલ આ તમામ અનુમાનો છે, સાચા પરિણામ માટે તો 4 જૂન સુધી આપણે સૌએ રાહ જોવી જ રહી..
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news