ઝી મીડિયા/બ્યૂરો :આવક વિભાગે ( Income Tax Department) કેમિકલ બનાવતી અને રિયલ એસ્ટેટનું કામ કરતી ગુજરાતની એક કંપની પર છાપો મારીને 100 કરોડનું કાળુ નાણુ પકડી પાડ્યું છે. સીબીડીટીએ રવિવારે માહિતી આપી હતી. આ છાપામારીમાં વાપી, સરીગામ (વલસાડ જિલ્લો), સિલવાસા અને મુંબઈમાં સ્થિત 20 થી વધુ કેમ્પસમાં 18 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું કે, ગ્રૂપ દ્વારા મોટા પ્રમાણમાં બેહિસાબી આવક અને સંપત્તિમાં તેમના ઈન્વેસ્ટમેન્ટને દર્શાવતા દસ્તાવેજ, ડાયરીમાં લખવામાં આવેલ હિસાબો, ડિજીટલ આંકડા સ્વરૂપમાં વાંધાજનક પુરાવા મળી આવ્યા હતા. જેને જપ્ત કરી લેવામાં આવ્યા છે. 


આ પણ વાંચો : રાજુલામાં માતાજી તરીકે પ્રખ્યાત સાધ્વીની થઈ હત્યા


સાથે જ સીબીડીટીએ જણાવ્યુ કે, પુરાવા પરથી જાણવા મળ્યું કે, કંપની દ્વારા વિવિધ રીતથી ઓછી આવક બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કંપની દ્વારા વિવિધ પ્રકારે ચોરી કરવામાં આવી હતી. જેમાં ઉત્પાદન ઓછું બતાવવું, ખરીદી વધારે બતાવવા માટે માલની વાસ્તવિક ડીલીવરી વગર નકલી બિલો રજૂ કરવા, નકલી જીએસટી ક્રેડિટનો લાભ વગેરે મામલામાં કંપનીની સંડોવણી સામે આવી છે. 


સીબીડીટીએ જરૂરી તમામ દસ્તાવેજો જપ્ત કર્યાં છે. દરોડામાં 16 બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે. તેમજ 2.5 કરોડની રોકડ અને એક કરોડની જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સ્થિર મિલકતોના ટ્રાન્ઝેકશનના ભાગ રૃપે કંપનીએ બિનહિસાબી નાણા મેળવ્યા હતાં.