ગૌરવ પટેલ, અમદાવાદ: દેશભર (India) માં હાહાકાર મચાવનાર કોરોના (Coronavirus) ની બીજી લહેર વધુ ખતરનાક બનતી જાય છે. ત્યારે તેમાંથી ગુજરાત (Gujarat) પણ બાકાતન નથી. ગુજરાતના ચાર મોટા શહેરોમાં સતત કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. જેના લીધે હોસ્પિટલો (Hospital) ભરાઇ ગઇ છે. રેમડેસિવિર ઇંજેક્શન (Remdesivir injection) અને ઓક્સિજન  (Oxygen) ની અછત પણ વર્તાઇ રહી છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DNA ANALYSIS: કોરોના સામે જંગમાં મહત્વપૂર્ણ સાબિત થશે Virafin, જાણો કઇ રીતે કરશે કામ


હોસ્પિટલોમાં બેડ ભરાઇ જતાં દર્દીઓ હોસ્પિટલની બહાર પોતાના ખાનગી વાહનો અને 108 એમ્બુલન્સમાં સારવાર મેળવી રહ્યા છે. આ દ્વશ્યો ઠેર-ઠેર જોવા મળ્યા છે. 900 બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવી છતાં સ્થિતિમાં કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી. આરોગ્ય તંત્ર એક સાંધે ત્યાં 13 તૂટે એવી સ્થિતિ સર્જાઇ છે. કોરોના રૈદ્ર સ્વરૂપ સામે તંત્ર વામણું બની ગઇ ગયું છે. આજે પણ 50 થી વધારે એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોની લાઇન જોવા મળી રહી છે. 

Research માં દાવો: Corona Vaccine ના પ્રથમ ડોઝ બાદ આટલો ઓછો થઇ જાય છે Infection નો ખતરો


મેડીસીટી કેમ્પસ (Mediciti Campus) સુધી કોઇપણ રીતે પહોચનારા દર્દીને બેડ ન મળે ત્યાં સુધી આ ટીમ જરૂરી દવા અને ઓક્સિજન આપી સારવાર કરવામાં આવે છે. આમ સિવિલના તબિબોએ લાઇનમાં રહેલ ૧૦૮ ખાનગી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનને ૧૨૦૦ બેડની હોસ્પીટલના એક્સ્ટેંશન બેડ ગણ્યા છે. 

Video: મોંઢામાં લાગી હતી Oxygen Pipe, Ventilator પર હતો વ્યક્તિ, છતાં મળસતો રહ્યો ગુટખા


સિવિલ હોસ્પીટલ (Civil Hospital) બહાર લાઇનમાં રહેલા દર્દીઓ ૧૨૦૦ બેડના એક્ટેનશન દર્દી બન્યા છે. એટલે કે આ સિવિલ બહાર લાઇનમાં ઉભા રહેલા ૧૦૮ ખાનગી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનને જ્યાં સુધી જગ્યા ન મળે ત્યાં તમામ સારવાર આપવામાં આવી રહી છે. વેઇટીંગમાં રહેલા દર્દીઓની સારવાર માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ૧૨૦૦ બેડની હોસ્પીટલના સ્ટાફ સિવાયની ટીમ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube