ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાતમાં પ્રથમ XE વેરિયન્ટના દર્દીનો પગપેસરો થઈ ચૂક્યો છે. રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટમાં યુનિવર્સિટીમાં 33 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડતા આરોગ્યતંત્ર દોડતું થયું હતું, જેના કારણે યુનિવર્સિટીમાં તમામ લોકોના કોરોના રિપોર્ટ કરાવવાની કામગીરી ચાલી રહી છે. રવિવારે યુનિવર્સિટીમાં વધુ 16 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે. આ સાથે જ પોઝિટિવનો કુલ આંક 54 એ પહોંચ્યો છે. જાણવા મળી રહ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 600 જેટલા વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયા બાદ આરોગ્યની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તો યુનિવર્સિટીમાં ભણતા મોટા ભાગના વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાયું છે.


સોશિયલ મીડિયામાં રમૂજી મેસેજ વાયરલ, ‘નજર ઉતારવાની ચીજોને નજર લાગી; લીલા મરચાં દોઢસોના કિલો, લીંબું 15નું એક’


આ વિશએ મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના મામલે અત્યાર સુધીમાં કુલ 600 જેટલા વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા. ગઇકાલે (રવિવાર) વધુ 16 વિદ્યાર્થીઓ પોઝીટીવ આવ્યા છે. જેના કારણે પોઝિટિવનો કુલ આંક 54 એ પહોંચ્યો છે. કેમ્પસમાં રહેતા તમામ લોકોના ટેસ્ટિંગ પુરા કરવામાં આવ્યા છે, હજુ ફેકલ્ટીના ટેસ્ટિંગ બાકી છે. વિદ્યાર્થીઓ કોવિડ પોઝિટિવ આવતા વાલીઓમાં ચિતાનું મોજું ફેલાયું છે. તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં કોર્નટાઇન કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે બહારથી આવતા લોકોના પણ ટેસ્ટિંગ કરવામાં આવશે. આજે પણ 100થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.


નોંધનીય છે કે, ગાંધીનગર મહાનગરપાલિકા અને રાજ્યના આરોગ્ય અધિકારીઓ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી દોડી આવ્યા છે. નેશનલ લો યુનિવર્સિટી ના વહીવટી તંત્ર સાથે પરામર્શ અને કોરોનાની ગાઈડલાઈન અંતર્ગત કામગીરી હાથ ધરાઈ છે. ગાંધીનગર પાલિકાના હેલ્થ ઓફિસર કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યુ કે, યુનિવર્સિટીમાં રહેલા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હતી. જેથી ગઈકાલે લૉ યુનિવર્સીટીમાં 200થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા. કુલ ટેસ્ટ પૈકી 33 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ વિદ્યાર્થીઓને અલગ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન કરી સારવાર અપાઈ રહી છે. હવે યુનિવર્સિટીમાં એક હજાર વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરાશે. પોઝિટિવ આવેલ રિપોર્ટને જિનોમ સિક્વન્સ તપાસ માટે મોકલાયા છે.


ભરૂચમાં દહેજની ઓર્ગેનિક કંપનીમાં મોડીરાત્રે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વિનાશક બ્લાસ્ટ; 6 કામદારો જીવતા ભડથું થયા


ઉલ્લેખનીય છે કે, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં હાલ આશરે 700થી વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી અગાઉ 35 કોરોના સંક્રમિત થઇ ચુક્યાં છે. રવિવારે 16 પોઝિટીવ આવ્યા છે. અને કુલ આંક 54 એ પહોંચ્યો છે. આ આંકડો હજી પણ વધી શકે છે. વિદ્યાર્થીઓને છેલ્લા 4 દિવસથી શરદી ખાંસી અને તાવ આવી રહ્યો હતો. જે પૈકી એક વિદ્યાર્થીની તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટી દ્વારા તત્કાલ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવાતા આંકડો આવ્યો તે જોઇને આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું હતું. 


ગુજરાતમાં પ્રથમ XE વેરિયન્ટના દર્દીનો પગપેસરો
ગુજરાતમાં કોરોના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગથી મળતી વધુ વિગતો અનુસાર, મુંબઇથી ફ્લાઇટ મારફતે વડોદરા આવેલ 67 વર્ષીય પુરુષ વ્યક્તિનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન પ્રમાણે સેમ્પલને ટેસ્ટીંગ માટે જીનોમ સિક્વન્સીંગ લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતુ. જેનો ગઇ કાલ રાત્રે રિપોર્ટ આવતા આ સેમ્પલ ટેસ્ટીંગ રિપોર્ટ પોઝિટિવ જણાઇ આવ્યો છે. આ દર્દીના કોરોના ટેસ્ટીંગ સેમ્પલમાં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સ મળી આવ્યા છે. આમ ગુજરાતમાં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સવાળા કોરોનાગ્રસ્ત દર્દીનો પ્રથમ કેસ નોંધાયો છે. ઉક્ત દર્દીની આરોગ્ય તપાસ અર્થે અન્ય રીપોર્ટસ કરતા દર્દી કોમોર્બિડ હોવાનું પણ જણાઇ આવ્યું છે. 


સુરતમાં અજીબોગરીબ હત્યાથી ચકચાર; વતન જવાની જીદમાં વહુએ સાસુને આપ્યું દર્દનાક મોત, વાંચો હચમચાવી નાંખે તેવો કિસ્સો


હાલ દર્દી એકદમ સ્વસ્થ
દર્દીના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિઓના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી મુંબઇ ખાતે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દી સાથે ટેલિફોનિક સંવાદ કરીને સ્વાસ્થ્ય સ્થિતિ પૂછતા દર્દીની હાલત સંપૂર્ણ પણે સ્થિર હોવાનું તેમણે જણાવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રિકોશનના ભાગ રૂપે વડોદરાના સ્થાનિક વિસ્તારમાં કોવિડ ગાઇડલાઇન અનુસાર નિયત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube