ઝી ન્યૂઝ/સુરત: સુરતના પશુપાલકોને સુમુલ ડેરી 260 કરોડનું બોનસ આપશે. સુમુલ ડેરીનું ટર્નઓવર 464થી વધીને 4,603 કરોડ થયું છે.  ત્યારે કિલોફેટના ભાવ વધતા 2.5 લાખ પશુપાલકોને બોનસ મળશે. સુમુલે લીધેલી લોન પર એક લિટર દૂધ પર ચૂકવાતું 1.40 રૂપિયા વ્યાજ ઘટીને 50 પૈસા થયું છે. ત્યારે દુધમાં વેચાણમાં તેમજ દુધની વિવિધ પ્રોડકટ, સુમુલ દાણમાં ભારે ઉછાળો આવતા ટન ઓવર વધ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશુપાલકોને 260 કરોડનું બોનસ આગામી 7મી જૂન સુધી ચૂકવી દેવાશે. 260 કરોડ રૂપિયાનું બોનસ મંડળીના ખાતામાં 4 જૂને જમા થશે. આજથી ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે, ભેંસના દૂધમાં કિલોફેટે 5 રૂપિયાનો વધારો કરાયો છે. જેથી ગાયના દૂધમાં કિલોફેટે 725 અને ભેંસના દૂધમાં કિલોફેટે 730 રૂપિયા ચુકવવામાં આવશે.


પાન મસાલા- તમાકુના વિક્રેતાઓમાં ફફડાટ: ગુજરાતમાં ક્યાં સીઝ કર્યો એક કરોડનો ગેરકાયદેસર જથ્થો?


નોંધનીય છે કે, સુરતની સુમુલ ડેરીમાં વાર્ષિક ટર્ન ઓવર સરેરાશમાં વધારો થયો છે. સુરત-તાપી જિલ્લાની 200 જેટલી દૂધ મંડળીઓ અને અઢી લાખ સભ્યો સાથે સંકળાયેલી સુમુલ ડેરીના વાર્ષિક ટર્ન ઓવર સરેરાશ 11.22 ટકાનો વધારો થયો છે. સુમુલ ડેરીને નાણાકીય વર્ષ 2021-22માં વ્યાજના ઘટાડા સહિત દૂધની આવકમાં વધારો અને વેચાણમાં પણ સર્વોત્તમ 13.85 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. 


મોટી દુર્ઘટના ટળી: લગ્ન મંડપમાં આગ ફાટી નીકળતાં અફરા-તફરી, ચોરી સહિત આખો મંડપ બળીને ખાખ


કોરોના મહામારી વચ્ચે પણ સુમુલ ડેરીના વિકાસનો ગ્રાફ ઉંચો ચડતો જોવા મળ્યો છે. સહકારી ભાવના અને સુરત-તાપી જિલ્લાની 1200 જેટલી દૂધ મંડળીઓ તેમજ અઢી લાખ સભાસદોની મહેનતના કારણે સુમુલ ડેરીએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube