પાન મસાલા- તમાકુના વિક્રેતાઓમાં ફફડાટ: ગુજરાતમાં ક્યાં સીઝ કર્યો એક કરોડનો ગેરકાયદેસર જથ્થો?
વલસાડ જિલ્લાની ઉમરગામ પોલીસને મળેલી બાતમીના આધારે ઉમરગામ પોલીસે દહેરી વિસ્તારમાં આવેલી નવી જી.આઇ.ડી.સી.માં આવેલી મસ્ત મસાલા કંપનીની બાજુમાં બે ટ્રકોમાંથી શંકાસ્પદ સામાનની અદલા-બદલી થઇ હતી. આથી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા ટ્રકમાંથી મળેલા થેલાઓમાં પાન મસાલા અને તમાકુનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
Trending Photos
નિલેશ જોશી/ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસે ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાંથી રૂપિયા 1 કરોડથી વધુની કિંમતના ગેરકાયદેસર પાન મસાલા અને તમાકુનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે ચાર આરોપીની અટકાયત કરી તેમની પૂછપરછ હાથ ધરી છે અને ગુટખા સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાની ઉમરગામ પોલીસને મળેલી બાતમીના આધારે ઉમરગામ પોલીસે દહેરી વિસ્તારમાં આવેલી નવી જી.આઇ.ડી.સી.માં આવેલી મસ્ત મસાલા કંપનીની બાજુમાં બે ટ્રકોમાંથી શંકાસ્પદ સામાનની અદલા-બદલી થઇ હતી. આથી પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા ટ્રકમાંથી મળેલા થેલાઓમાં પાન મસાલા અને તમાકુનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ટ્રકના ચાલક અને ક્લિનરને પૂછપરછ કરતાં તેમની પાસેથી કોઈ બિલ કે આધાર પુરાવાઓ નહીં મળી આવતા તમામ જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 1 કરોડ 11 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે બંને ટ્રકના ચાલક અને ક્લીનરની અટકાયત કરી હતી.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગુટખા પર પ્રતિબંધ છે. તેમ છતાં કાળાબજારિયાઓ મોટી માત્રામાં પાન મસાલા અને તમાકુની ગેરકાયદેસર હેરાફેરી કરે છે. પોલીસના હાથે લાગેલા આ પાન મસાલા અને તમાકુનો જથ્થો ઉત્તર પ્રદેશથી લાવવામાં આવ્યો હતો. યુપીથી લાવવામાં આવેલા આ જથ્થાને અન્ય ટ્રકમાં ભરી અને મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી ગયો હતો. એ પહેલાં જ ઉમરગામ પોલીસ ત્રાટકી હતી, અને તમામ જથ્થો જપ્ત કર્યો હતો અને પાન મસાલા ગુટકાના તમાકુના હેરાફેરીના નેટવર્કમાં મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી છે. આરોપીની ઓળખ કરીએ તો આરોપીઓના નામ પર એક નજર કરીએ તો ચંદ્રેશ યાદવ, કુલદીપ અગ્નિહોત્રી, સંજય જાદવ અને રામસિંગ ચૌહાણનો સમાવેશ થાય છે.
રાજ્યના છેવાડે વલસાડ જિલ્લો મહારાષ્ટ્રને અડીને આવેલ છે અને વાપી પંથકમાંથી લાખો અને કરોડોનો ગુટખા ઝડપવાની પહેલી ઘટના નથી. દર વખતે આજ પ્રકારે ગુટખા ઝડપાય છે અને ટ્રક ચાલાક અને ક્લીનર ઝડપાય છે. જે કેટલાક સમયમાં જ જામીન પર છૂટી જાય છે. ત્યારે પોલીસે આવા ગુટખા રેકેટના મૂળમાં જવાની જરુર છે. જોકે ચાલતી ચર્ચા મુજબ જો પોલીસ તળિયા ઝાટક તપાસ કરે તો અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે