ઝી ન્યૂઝ/અમદાવાદ: આંશિક રાહત બાદ આજથી ફરી એક અઠવાડિયા સુધી રાજ્યભરમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં એક અઠવાડિયા સુધી 44થી 45 ડિગ્રી ગરમી રહી શકે છે. બંગાળની ખાડીમાં લૉ પ્રેશરથી ગરમ અને સૂકા પવન ફૂંકાવવાના લીધે ગરમીમાં વધારો નોંધાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહીના મતે, 8 થી 14 મે દરમિયાન ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે. જેનાથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ  થતા આજથી ગરમીમાં અચાનક વધારો નોંધાઈ રહ્યો છે. 


સુરતમાં ફરી AAP અને ભાજપના કાર્યકરો સામસામે: પ્રચારમાં નિકળશો તો જાનથી મારી નાખવાની અપાઇ ધમકી


બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાતા આગામી બે દિવસ તો અંગ દઝાડતી ગરમી અનુભવાશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન બદલાઈ છે. રણ-સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી આજથી ગુજરાત અને અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થશે. જેથી આગામી એક અઠવાડિયા સુધી કાળઝાળ ગરમી પડશે.


ગુજરાત અને  સૌરાષ્ટ્ર-કચ્છમાં 6 મે થી 13 મે 2022ની આગાહી
હવામાન વિભાગની આગાહીના મતે 10 મે સુધી પવન મુખ્યત્વે પશ્ચિમી અને ત્યારબાદ દક્ષિણ- પશ્ચિમી પવન રહેશે. પવનની ગતિ 10-25 કિમિ/કલાકે 6 થી 8 મે સુધી અને ત્યારબાદ 9 મેથી 13 મે સુધી પવન 15-30 કિમિ/કલાકેની ઝડપે પવન 35 કિમિ/કલાકેના રહેશે. આખા દિવસમાં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.


આવા ખરા ટાણે જ ભાજપે પાડી દીધો મોટો ખેલ! અહીં કાઉન્સિલર સહિત 500થી વધુ લોકો BJPમાં જોડાયા


સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં આવતીકાલથી ક્રમશ વધશે અને તારીખ 8 થી 10 મે દરમિયાન 42 C થી 44 C રેન્જમાં રહેવાની શક્યતા છે. બાકીના દિવસોમાં 41 C થી 43 C ની શક્યતા છે. ગુજરાત રાજ્ય ઉપર /આસપાસ એક યુએસી થવાની શક્યતા છે. તારીખ 10 થી 13 મેં દરમિયાન છુટા છવાયા વાદળો થશે અને અસ્થિરતા જોવા મળશે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટાની શક્યતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube