Gir Somnath ગીર સોમનાથ : ગીર જંગલનો એક એક ખૂણે સાવજનું ઘર છે. ડાલામથ્થા અહી તહીં આખુ જંગલ ભટકે છે. ગીરનું જંગલ તેના અદભૂતતા માટે પ્રખ્યાત છે. અહીં ક્યારેય ન જોયું હોય તેવુ જોવા મળે છે. ત્યારે ગીરના જંગલથી વધુ એક અદભૂત વીડિયો સામે આવ્યો છે. સામાન્ય રીતે એક જંગલી પ્રાણી બીજા જંગલી પ્રાણીથી ક્યારેય ડરતુ નથી. પરંતુ જંગલમાં દીપડો ગીરના સાવજથી ડર્યો હોય તેવું જોવા મળ્યું.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનાગઢમાં ગિરનાર સફારીનો એક વીડિયો સામે આવ્યો છે. સિંહ અને દિપડાનો આ અદભુત વીડિયો છે. જેમાં ઝાડ પર ચડેલ દીપડાની પાસે સાવજ જવાનો પ્રયાસ કરતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. 


ભાજપના આ દિગ્ગજો પણ બન્યા છે સાયબર ક્રાઈમનો ભોગ, જુઓ કોણ કોણ છેતરાયું


સિંહ અને દીપડો બંને જંગલી અને ખૂંખાર પ્રાણી છે. સિંહ અને દીપડો એક સાથે જોવા મળતા હોય તેવા કિસ્સા જ્વલ્લે જ જોવા મળે છે. તેવામાં પણ સિંહણને જોઈ દીપડો ડરીને વૃક્ષ પર ચઢ્યો હોય તેવું અહી દેખાઈ રહ્યું છે. શું સિંહણ દીપડાનો શિકાર કરવા માંગે છે. આ વીડિયોની અનેક સ્ટોરી નીકળી શકે છે. 


અમરેલીમાં દિવાળીના તહેવારોમાં વનવિભાગ દ્વારા લાયન શોની ઘટનાઓ અટકાવવા રેડ એલર્ટ અપાયું છે. પાલીતાણા શેત્રુંજી ડીવીજન હેઠળ અલગ અલગ 13 ટીમો બનાવી આજથી વિશેષ પેટ્રોલિંગ શરૂ કરાયું છે. આવતા 5 દિવસ સુધી સિંહોને અસમાજિક ટીખળ ટોળકી હેરાન ન કરે તે માટે વનવિભાગ બાજ નજર રાખવામા આવશે. રાજુલા જાફરાબાદ લીલીયા સહિતની અલગ અલગ 7 જેટલી રેન્જનો સમાવેશ કરાયો છે. દિવાળી વેકેશન સમયમાં સિંહ દર્શનની સૌથી વધુ ઘટનાઓ સામે આવતી હોય છે. તેથીવનકર્મીઓ રાત્રીના સમયે એક્સન મોડમાં જોવા મળ્યા છે. 


અદભૂત રોશનીથી સજાવાયુ પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન, જુઓ મનમોહક નજારો