વર્લ્ડકપ ફાઈનલ પહેલા સટ્ટાબજાર ગરમ, આ ટીમ સટ્ટોડિયાઓ માટે સાબિત થશે ડાર્ક હોર્સ
World Cup Final : વિશ્વકપની ફાઈનલ જીતવા સટ્ટા બજારમાં ભારતીય ટીમ હોટ ફેવરીટ... સટ્ટા બજારમાં ટીમ ઈન્ડિયાનો 45 પૈસા અને ઓસ્ટ્રેલિયાનો 1.90 રૂપિયા બોલાયો ભાવ... 15 હજાર કરોડથી વધુનો સટ્ટે રમાય તેવી શક્યતા... 100થી વધુ બુકીઓના દુબઈ સહિતના શહેરોમાં ધામા...
Narendra Modi Stadium : આવતી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે. વિશ્વકપની ફાઈનલ મેચ પહેલાં સટ્ટાબજાર ગરમ બની ગયું છે. કોણ ટોસ જીતે છે તેના પર સૌથી મોટો મદાર છે. વર્લ્ડ કપની ફાઈનલની મેચનો સટ્ટો 15 હજાર કરોડને પાર કરી જશે તેવુ લાગી રહ્યું છે. ફાઈનલના સટ્ટા માટે 100થી વધુ બુકીઓના દુબઈ સહિતના દેશોથી ગુજરાતમાં ધામા નાંખીને બેઠા છે. સ્ટેડિયમની મેચ અને જીવંત પ્રસારણ વચ્ચેની 7 સેકન્ડના તફાવતને બુકિઓ કમાણીનું શસ્ત્ર બનશે.
સટ્ટા બજારમાં કઈ ટીમ હોટ ફેવરિટ
સટ્ટા બજારમાં ભારતીય ટીમ હોટ ફેવરીટ છે. ફાઈનલ પર 15 હજાર કરોડનો સટ્ટો રમાય તેવી શક્યતા છે. ફાઈનલમાં ભારતની જીતનો ભાવ 45 પૈસા, ઓસ્ટ્રેલિયાનો 1.90 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે. જોકે, બંને દેશોના ભાવ વધતા જશે. સટ્ટા બજારમાં ટીમ ઈન્ડિયા સૌથી હોટ ફેવરિટ છે. બુકીઓ ફાઈનલ મેચમાં સેશન પર પાંચ હજાર કરોડથી વધારેનો સટ્ટો રમે તેવો અંદાજ છે. પ્રથમ સેશન 10 ઓવરનું ખોલ્યા બાદ બાકીનું પાંચ પાંચ ઓવરના સેશન ખોલશે.
વર્લ્ડ કપ જોવા આવનારા ક્રિકેટ પ્રશંસકો માટે રેલવેની ભેટ, દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો
કયા પ્લેટફોર્મ પર સટ્ટો રમાશે
બુકીઓ દ્વારા વિવિધ એપ બનાવીને ફોનથી સટોડિયાઓને આપવામાં આવે છે. તેમના નેટવર્કમા કનેક્ટ થવા માટે વોટ્સએપ કે ટેલિગ્રામ નહિ પણ, તેમણે તૈયાર કરેલી વિશેષ એપનો ઉપયોગ કરવાનો હોય છે. જેમાં પાવર પ્લે, સિક્સ-ફોર, પ્લેયરના સ્કોર પર સટ્ટો રમાડવામાં આવી રહ્યો છે.
વર્લ્ડ કપની આ ફાઈનલ સટ્ટોડિયા માટે મોટો દિવસ બની રહેવાનો છે. ભારત ટોસ જીતે કે હારે, પરંતુ ફેવરીટ ટીમ ભારત જ રહેશે. જેમાં ભારત જો પહેલા ટોસ જીતે તો 350 ઉપરાંતનો સ્કોર ખડકી શકે છે. અને બીજી ઈનિંગમાં તે રન ચેઝમાં પણ આગળ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બુકીઓ માટે ફાઈનલમાં કરોડો રૂપિયા કમાવવા માટે સેશન જ સૌથી વધુ મહત્વના છે. કેટલા ચોગ્ગા લાગશે, કેટલા છગ્ગા પડશે, ડોટ બોલ, અને એક્સ્ટ્રા રન પર પણ સૌની નજર બની રહેશે.
વર્લ્ડ કપ ફાઈનલની 10 મોટી વાતો : જો તમે અમદાવાદમાં છો તો ખાસ જાણવા જેવી છે
કેપ્ટનો માટે વિશેષ બ્લેઝર તૈયાર કરાયું
જેમાં તમામ ICC વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનો હાજર રહેશે. તમામ કેપ્ટનો માટે વિશેષ બ્લેઝર તૈયાર કરાયું છે. વર્લ્ડ કપ વિજેતા ટીમોના કેપ્ટનોની એક પરેડ પણ યોજાશે. પરેડ બાદ BCCI દ્વારા તમામ કેપ્ટનોનું સન્માન કરાશે. ત્યારબાદ સૌથી મોટા સ્ટેડિયમમાં ચાર ભાગમાં સેરેમની થશે. બપોરે 12.30 વાગ્યે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો 10 મિનીટ એર શો પણ યોજાશે. એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક લીડ કરશે.
હાર્ટ એટેકથી મોતના લાઈવ દ્રશ્યો : ધૂણતા ધૂણતા જ ભુવાજી ઢળી પડ્યા