વર્લ્ડ કપ ફાઈનલની 10 મોટી વાતો : જો તમે વર્લ્ડ કપની મેચ દરમિયાન અમદાવાદમાં છો તો આ મિસ ન કરતા

World Cup Final : આવતી કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ... દુનિયાભરના ક્રિકેટ રસિયાઓ પહોંચ્યા અમદાવાદ... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા આવશે અમદાવાદ,,, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ નિહાળશે મેચ

વર્લ્ડ કપ ફાઈનલની 10 મોટી વાતો : જો તમે વર્લ્ડ કપની મેચ દરમિયાન અમદાવાદમાં છો તો આ મિસ ન કરતા

India Vs Australia World Cup Final : આવતીકાલે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટનો મહાજંગ ખેલાશે. ભારતીય અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનું અમદાવાદમાં આગમન થઈ ચૂક્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમ સીંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલમાં રોકાઈ છે. રવિવારે અમદાવાદમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ પ્રેમીયોની ભીડ જામી છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચની ટિકિટ મેળવવા માટે ક્રિકેટ પ્રેમીઓના પ્રયાસ ચાલુ છે. ઓન લાઈન ટિકિટ ના મળતા ઓફ લાઈન ટિકિટની આશાએ લોકો સ્ટેડિયમ પહોંચ્યા છે. તો 2000 હજારની ટિકિટ 20 હજારમાં મળતી હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયા મેચ દરમિયાન PM મોદી અને અમિત શાહ હાજર રહેશે. તેમજ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ હાજર રહેશએ. ત્યારે તેઓની સુરક્ષા ખાસ બંદોબસ્ત કરાયા છે. એડવાન્સ સિક્યોરિટી લાયઝનની ટીમો પણ ઉપસ્થિત છે. મેચને પગલે સ્ટેડિયમમાં તડામાર તૈયારી કરાઈ છે. 

કોણ કોણ આવશે 
વર્લ્ડ ફાઇનલ મેચમાં VVIP નો જમાવડો રહેશે. આજ સાંજથી અમદાવાદમાં VVIP મુવમેન્ટ શરૂ થઈ જશે. બોલિવુડ સ્ટાર્સ અને અનેક હસ્તીઓ હાજર રહેશે. અમિતાભ બચ્ચન, રજનીકાંત સહિતના સેલેબ્રેટી હાજર રહેશે. તો શાહિદ કપૂર, રણબીર કપુર, માધુરી દીક્ષિત સહિતના સ્ટાર્સ હાજર રહેશે. 2011 વર્લ્ડ વિજેતા ભારતીય ખેલાડી પણ હાજર રહેશે. આ ઉપરાંત સચિન તેંડુલકર, યુવરાજસિંહ, વીરેન્દ્ર સહેવાગ, એમ.એસ. ધોની સહિતનાં ખેલાડી હાજરી આપશે. 

નંબર -1 
વર્લ્ડ કપની ફાઈનલ મેચ પછી વિજેતા ટીમનો સાબરમતી રિવરફ્રંટ પર યોજાઈ શકે છે ભવ્ય રોડ શો. ક્રૂઝમાં બેસીને વિનિંગ રાઈડ એન્જોય કરશે વિશ્વવિજેતા ટીમ. વર્લ્ડ કપ ફાઈનલ ક્વોલિફાયર ટીમોને ડિનરનું આમંત્રણ અપાયું. ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ રિવરફ્રન્ટ પર ક્રૂઝ ડિનરનું આમંત્રણ અપાયું. બંને ટીમો ક્રૂઝ અને અટલ બ્રિજની મુલાકાત લે તે માટે અપીલ કરાઈ. 

નંબર-2
અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલમાં લાગશે ચાર ચાંદ. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઈનલમાં ચાર ભાગમાં સેરેમની કરાશે. 

નંબર-3
વર્લ્ડકપને શાનદાર બનાવવા ICC અને BCCIની તૈયારી. 1,200 ડ્રોનની મદદથી આકાશમાં પ્રથમવાર ચેમ્પિયનનો બોર્ડ બનાવાશે. આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને  ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે

નંબર-4
દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં વર્લ્ડકપ ફાઈનલમાં ચાર ભાગમાં સેરેમની થશે, જેમાં તમામ ICC વર્લ્ડકપ વિજેતા ટીમોના કેપ્ટનો હાજર રહેશે અને તમામ કેપ્ટનો માટે વિશેષ બ્લેઝર તૈયાર કરાયું છે

નંબર-5
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલમાં મેચમાં યોજાશે એર શો...ભારતીય વાયુસેનાની સુર્યકિરણ ટીમે કર્યું રિહર્સલ....નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ એર શોનું રિહર્સલ કરાયું.... બપોરે 12.30 વાગ્યે સૂર્યકિરણ એરોબેટિક ટીમનો 10 મિનીટ એર શો પણ યોજાશે. એર શોને વિંગ કમાન્ડર સિદેશ કાર્તિક લીડ કરશે.

નંબર-6
વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને મેટ્રો ટ્રેનની વિશેષ વ્યવસ્થા કરાઈ. મેચના દિવસે મેટ્રો સેવા સવારે 6.20થી રાતના 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સામાન્ય દિવસોના પ્લાસ્ટિક ટોકન કરતા મેચના દિવસે મુસાફરો માટે પેપર ટિકિટ અમલમાં મુકાશે

નંબર-7
વર્લ્ડકપ ફાઇનલ મેચને લઈને AMTS અને BRTSના વિવિધ રૂટમાં કરાશે ફેરફાર...મુસાફરોના ધસારાને પહોંચી વળવા વધારાની બસ મુકાશે...AMTS-BRTS બસ સેવા પણ રાતના 1 સુધી ચાલુ રહેશે.

નંબર-8
ગાંધીનગર સેંટ્રલ વિસ્ટા ખાતે ફાઈનલ મેચ જોવાનું ભવ્ય આયોજન કરાયું. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા મોટી સ્ક્રીન લગાવાશે. ગાર્ડનમાં લોકો મેચ જોઈ શકે તેના માટે વ્યવસ્થા કરાઈ. 

નંબર-9
વર્લ્ડ કપ વિજેતા ટીમોના કેપ્ટનોની એક પરેડ પણ યોજાશે. પરેડ બાદ BCCI દ્વારા તમામ કેપ્ટનોનું સન્માન કરાશે. ત્યારબાદ સૌથી મોટા સ્ટેડિયમમાં ચાર ભાગમાં સેરેમની થશે. 

નંબર-10
સાંજે 5.30 વાગ્યે 15 મિનિટ પરફોર્મન્સ યોજાશે. મ્યુઝિક કમ્પોશર અને સિંગર પ્રિતમ 500 ડાન્સર સાથે પરફોર્મન્સ કરશે. બીજી ઈનિગ્સના ડ્રિન્ક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો આકર્ષક લાઈટ અને લેઝર શો થશે. લાઈટ અને લેઝર શો દરમિયાન સ્ટેડિયમની છત રંગબેરંગી દેખાશે. મેચના અંતે મનમોહક ડ્રોન શો યોજાશે. 1200 ડ્રોનની મદદથી આકાશમાં પ્રથમવાર ચેમ્પિયનનો બોર્ડ બનાવાશે. આતશબાજીની સાથે ડ્રોનની મદદથી ટ્રોફી અને ચેમ્પિયન ટીમનું નામ પણ દર્શાવાશે. IPL ફાઈનલની જેમ જ સ્ટેડિયમ પર ભવ્ય આતશબાજી જોવા મળશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આતશબાજી કરી ફ્લેશ આર્ટ કરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news