Ahmedabad News : અમદાવાદમાં રમાનારી હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. અને સાથે જ લેભાગૂ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. કારણ કે અમદાવાદમાંથી મેચની બનાવટી ટિકિટ પકડાઈ છે. અને આ લોકોએ 50 નકલી ટિકિટનું વેચાણ કર્યું છે. આ ટિકિટ 2 હજારથી 20 હજારમાં વેચી અને અત્યાર સુધીમાં 3 લાખની કમાણી કરી છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી ટિકિટનું વેચાણ કરતા હતા. આવી રીતે વેચાણ કરવા માટે 200 જેટલી ટિકિટો તૈયાર કરી હતી. ધ્રુમિલ નામના આરોપીએ કડીથી ઓરીજનલ ટીકીટ મેળવી હતી, જેના આધારે બનાવટી ટિકીટ બનાવ્યાનો ખુલાસો થયો છે. ટિકિટ સાથે એક યુવાન સાથે કુલ ચારની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોડકદેવની  ક્રિષ્ના ઝેરોક્ષ નામની દુકાનમાં આ ટિકિટ છપાઈ હતી. આ દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા અને ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેઈજ કબ્જે કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં રમાનારી હાઈવોલ્ટેજ ભારત-પાકિસ્તાન મેચ પહેલા ચાહકોનો ઉત્સાહ ચરમસીમાએ છે. અને સાથે જ લેભાગૂ તત્વો પણ સક્રિય થઈ ગયા છે. કારણ કે અમદાવાદમાંથી મેચની બનાવટી ટિકિટ પકડપાઈ છે. પોલીસે 100થી વધુ નકલી ટિકિટ કબ્જે કરી છે. અદ્દલ અસલી ટિકિટ જેવી જ લાગતી નકલી ટિકિટો બનાવવામાં આવી અને તેને વેચવાનો કારસો હતો. જો કે, બ્લેકમાં નકલી ટિકિટ વેચાય તે પહેલા થયો પર્દાફાશ થયો છે. ટિકિટ સાથે એક યુવાન સાથે કુલ ચારની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લેભાગુ તત્વોએ 2 હજાર રૂપિયાના મુલ્યવાળી નકલી ટિકિટો બનાવી હતી. 


રાજકોટમાં જોવા જેવી : લગ્ન પહેલા યુવકનો ભાંડો ફૂટ્યો, મંગેતરે ગર્લફ્રેન્ડને જાહેરમાં ઢીબી નાંખી


પકડાયેલા આરોપીઓ 
1) ધ્રુમિલ ઠાકોર 
2) રાજવીર ઠાકોર
3) જયમીન પ્રજાપતિ
4) કુશ મીણા


બેન કોઈની દીકરી સાથે આવુ ન કરાય, સુરતમાં શિક્ષિકાએ બાળકીને 35 જેટલા ધબ્બા માર્યાં