ગૌરવ દવે રાજકોટઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝનો ચોથો મુકાબલો રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાનો છે. 17 જૂને રમાનાર ટી20 મેચ માટે આજે ભારતીય અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી ચુકી છે. રાજકોટ પહોંચેલા બંને ટીમના ખેલાડીઓનું સૌરાષ્ટ્રની પરંપરા અનુસાર સ્વાગત કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ પહોંચી બંને ટીમ
ભારત અને સાઉથ આફ્રિકાની ટીમ ચોથી ટી20 મેચ રમવા માટે રાજકોટ પહોંચી ચુકી છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજીમાં પહોંચી છે. જ્યારે આફ્રિકાની ટીમ હોટલ ફોર્ચ્યુનમાં રોકાવાની છે. બંને ખેલાડીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતું. એરપોર્ટ ખેલાડીઓને જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર રહ્યાં હતા. તો હોટલમાં ખેલાડીઓ પહોંચ્યા તો તેમું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તો કાઠિયાવાડની પરંપરા મુજબ રાસ-ગરબા પણ જોવા મળ્યા હતા. 



ગુજરાતી ભોજનનો ચટકો ચાખશે ભારતીય ખેલાડીઓ
સામાન્ય રીતે ક્રિકેટ ટીમ રાજકોટ આવે એટલે તેમને ગુજરાતી ભોજન પીરસવાની વર્ષોથી પરંપરા છે. આ પરંપરા જળવાઈ રહે તે માટે સયાજી હોટલ દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ઢોકળી, રાજસ્થાની દાલબાટી, ઘૂઘરા, ઘેવર રબડી, કૈર સાંગરી, ઈન્દોરી ચાટ પીરસવામાં આવશે. વડોદરાથી આવતા ખાસ રસોયા દ્વારા બનાવવામાં આવેલો વઘારેલો રોટલો પણ ક્રિકેટરોને જમાડવામાં આવશે. 



સ્યુટ રૂમમાં અલગ અલગ થિમ શણગારી
ટીમના અન્ય ખેલાડીઓને પ્રિમીયમ રૂમ આપવામાં આવ્યા છે. જેમાં 60 એમબીપીએસની સ્પીડ ઉપરાંત જીમ, સ્વિમિંગ પુલ સહિતની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોટેલ દ્વારા પંડ્યા, ચહલ, પંત, દ્રવિડ સહિત તમામ ક્રિકેટરો માટે ખાસ પીલો (ઓશિકા) પણ તૈયાર કરવામાં આવ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube