Independence Day: ગુજરાતના 20 પોલીસકર્મીઓને મળશે સન્માન, પોલીસ મેડલની થઈ જાહેરાત
સ્વતંત્રતા દિવસના પર્વ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિવિધ રાજ્યોના પોલીસોને મળતા સન્માનની જાહેરાત કરી છે. આ વખતે 900થી વધુ પોલીસકર્મીઓને પોલીસ મેડલ મળવાના છે. જેમાં ગુજરાતના 20 પોલીસકર્મીઓના નામ સામેલ છે.
ગાંધીનગરઃ સરકારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ વિવિધ કેન્દ્રીય અને રાજ્ય દળોના 954 પોલીસ કર્મચારીઓને સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ મુજબ 230 જવાનોને મેડલ એનાયત કરવામાં આવશે. તેમાં રાષ્ટ્રપતિ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી (PPMG)નો પણ સમાવેશ થાય છે. જેમાં ગુજરાત પોલીસ દળના 20 અધિકારીઓને પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાતના 20 પોલીસ અધિકારીઓને મળશે મેડલ
ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે ગુજરાતના બે અધિકારીઓને વિશિષ્ઠ સેવા અંગેના પોલીસ મેડલ અને 18 કર્મચારીઓને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.
વિશિષ્ઠ સેવા અંગેના પોલીસ મેડલ (PPM)
ખુરશીદ અહેમદ (IPS) અધિક પોલીસ મહાનિર્દેશક
વિશાલભાઇ દેવશીભાઇ ચૌહાણ, અધિક પોલીસ મહાનિદેશકશ્રી,
પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ (PM)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube