Ahmedabad Property Market : વાઈબ્રન્ટ ગુજરાતને કારણે હવે વિદેશી રોકાણકારોના મોઢે એક જ નામ છે, ગુજરાત. રાજ્ય હવે દેશવિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. વાઈબ્રન્ટ ગુજરાત ઈવેન્ટમાં દુબઈના પ્રેસિડન્ટની હાજરી ખૂબ જ મહત્વની બની રહી. યુએઈએ એ પણ ગુજરાતમાં મોટા રોકાણની જાહેરાત કરી છે. UAE ની કંપની દેશનો સૌથી મોટો મોલ ગુજરાતમાં બનાવશે. આ એક શોપિંગ મોલ હશે, જે અમદાવાદમાં બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈબ્રન્ટ ગુરજાતમાં UAE સ્થિત લુલુ ગ્રુપના ચેરેમને હાજરી આપી હતી. તેમણે વાઈબ્રન્ટમાં જાહેરાત કરી કે, દેશનો સૌથી મોટો મોલ અમદાવાદમાં બનાવાવમાં આવશે. આ માટે અંદાજિત 4 હજાર કરોડનો ખર્ચો થશે. લુલુ ગ્રૂપના ચેમરમેન યુસુફ અલી એમએએએ જણાવ્યું કે, ભારતનો સૌથી મોટો ઝડપથી આકાર લેશે. અમદાવાદમાં જલ્દી જ આ મોલની કામગીરી શરૂ કરવામાં આવશે. 


અમદાવાદમા આ જગ્યાએ પ્રોપર્ટી ખરીદી લેજો, ભાવ વધશે : આવી રહ્યો છે દેશનો સૌથી મોટો મોલ


લુલુ ગ્રૂપે અગાઉ 2022 ના વર્ષમાં મોટા રોકાણના સંકેત આપ્યા હતા. જેમાં એક અમદાવાદ અને બીજો ચેન્નાઈમાં ઉભો કરાશે. અત્યાધુનિક સુવિધાઓ સાથે આ મોલ તૈયાર કરવામાં આવશે. 


ક્યા બનશે આ મોલ
આ મોલ અમદાવાદમાં મોટી રોજગારી પણ લાવશે. જેમાં પ્રત્યક્ષ 6 હાજર અને પરોક્ષ રીતે 12 હજારથી વધુ લોકોને રોજગારી આપશે. સૂત્રોનું કહેવુ છે કે, આ મોલ સરખેજથી ગાંધીનગર રોડ વચ્ચે ઉભો કરવામાં આવશે. 


લુલુ ગ્રૂપ દેશમાં અન્ય ક્ષેત્રે પણ રોકાણ કરવા તત્પર છે. જેમ કે, ખાદ્ય સામગ્રીમાં તેઓ વધુ રોકાણ કરવા માંગે છે. આ ગ્રૂપ વિશ્વભરમાં શોપિંગ મોલ અને હાયપર માર્કેટ બનાવવાનું કામ કરે છે. તેઓ યુએઈમાં ઓફિસ ધરાવે છે. પરંતું દેશભરમાં 42 જેટલા અલગ અલગ દેશોમા કાર્યરત છે. 


Weather Update : ગુજરાતમાં હજી આજે પણ છે વરસાદની આગાહી, આ જિલ્લાને અપાયું છે એલર્ટ