PM મોદીનું સપનુ સાકાર થયું : દેશની પહેલી બુલેટ ટ્રેનનુ સ્ટેશન જાપાનને પણ પાછળ પાડે તેવું છે
Sabarmati Multimodal Transport Hub in Ahmedabad : અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે પૂરજોશમાં... સાબરમતી મલ્ટી મોડ ટ્રાન્ઝિટ હબ બનીને તૈયાર.... બે આઈકોનિક ટાવર સાથે આર્કિટેક્ચરલ અજાયબી તરીકે તૈયાર કરાયું....દાંડીકૂચની થીમ પર બિલ્ટઅપ એરિયા માટે બે બિલ્ડિંગ તૈયાર કર્યા...
Indias First Bullet Train Terminal : દેશની પ્રથમ બુલેટ ટ્રેનના ડેવલોપમેન્ટનું કામ પ્રગતિના પંથે ચેલી રહ્યું છે. જેના માટે અમદાવાદમાં સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબનું નિર્માણ પૂર્ણતાના આરે છે. દાંડી કુચની થીમ ઉપર આધારિત બિલ્ટઅપ એરિયા માટે બે બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યા છે. જે અત્યાધુનિક ટેક્નોલોજી અને માળખાકીય સુવિધા સાથે હબ સજ્જ છે. સાબરમતીથી જ મુસાફરોને રેલવે સ્ટેશન, મેટ્રો, AMTS, BRTS જેવા તમામ ટ્રાન્સપોર્ટશનની સુવિધા મળી રહે તેવું આયોજન કરાયું છે. તમામ ટ્રાન્સપોર્ટશન એન્ટ્રી એક્ઝીટ એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવ્યા છે.
આર્કિટેક્ચરલ અજાયબી છે આ ઈમારત
સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ તેના બે આઇકોનિક ટાવર સાથે આર્કિટેક્ચરલ અજાયબી તરીકે તૈયાર થયું છે. મોડેલ ટ્રાન્ઝીસ્ટ હબ કુલ 3.6 હેક્ટરનો પ્લોટ વિસ્તાર માં પથરાયેલુ છે, જેમાં 5,79,980 ચોરસ ફૂટનો સુપર બિલ્ટ-અપ વિસ્તાર છે. બુલેટ ટ્રેનના પ્રથમ ટર્મીનલ ખાતે 4,36,638 sqft માં ઓટોમેટેડ પાર્કિંગ સુવિધા અપાઈ છે. જેમાં એક સાથે 1300 વાહનોને સમાવવા માટે સક્ષમ છે. ટર્મિનલને 60,687 સ્ક્વેર ફુટ વિસ્તારને લેન્ડસ્કેપ તથા ગાર્ડન તરીકે વિકસાવાનો છે. ગાર્ડનમાં અનેક વિદેશી વૃક્ષો અને ફુલ છોડ રોપવામાં આવ્યા છે.
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી : ડિસેમ્બરમાં એક નહિ, બે વાવાઝોડા આવશે
ખાસ મજાનો લેન્ડસ્કેપ એરિયા
60,687 ચોરસ ફૂટનો નયનરમ્ય લેન્ડસ્કેપ વિસ્તાર સુંદરતામાં વધારો કરે છે. જેમાં એક નયનરમ્ય સ્ટેપ ગાર્ડન ફોર્મેટમાં ગોઠવાયેલા સ્વદેશી છોડની જાતોની શ્રેણીનો સમાવેશ થાય છે. તેની આર્કિટેક્ચરલ સુંદરતા સાથે, આ મલ્ટિમોડલ હબ 13 લિફ્ટ, 8 એસ્કેલેટર, CCTV, ફાયર પ્રોટેક્શન અને બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ સાથે કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપે છે
ઈમારતની ખાસિયતો
ટકાઉપણું અપનાવીને, હબ બિલ્ડીંગ, ઈકો-ફ્રેન્ડલી બાંધકામની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપતા, ઈમારતમાં રૂફટોપ સોલાર પેનલ્સને એકીકૃત કરે છે. RFP (રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ) પ્રક્રિયાના અંતિમ તબક્કામાં, બિલ્ડિંગને 35 વર્ષના સમયગાળા માટે એક જ પટેદારને ભાડે આપવાનું આયોજન છે. જે બીજા 35 વર્ષ માટે લંબાવી શકાય છે. અનુકૂળ સ્થાન અને પ્રભાવશાળી વિશેષતાઓ સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબને અમદાવાદના હૃદયમાં પ્રીમિયમ અને આગળ-વિચારશીલ સ્થાન શોધી રહેલા સંભવિત ભાડૂતો માટે આકર્ષક તક બનાવે છે.
અમદાવાદના પોશ વિસ્તારમાંથી ખુલ્લેઆમ બાઈકની ચોરી, પાર્કિગમાં મૂકેલી ગાડી ઉઠાવી ગયા
અન્ય સુવિધાઓ
- પાર્કિંગ એરિયા, ફૂડ કોર્ટ, 13 લિફ્ટ, 8 એસકે્લૅટર સાથેની સુવિધા
- વેઇટિંગ એરિયા, ફાયર સેફટી, ગ્રીન એરિયા પણ ડેવલોપ કરવામાં આવ્યું
- સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબમાં 13 લિફ્ટ્સ, 8 એસ્કેલેટર, CCTV સર્વેલન્સ ની સુવિધા
- ટર્મીનલ મજબૂત ફાયર પ્રોટેક્શન અને બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સથી સજ્જ
- સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ પર સોલર પેનલ થકી વીજળી ઉત્પન્ન કરાશે
- સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ ૩૫ વર્ષ સુધી લીઝ પર આપવાની યોજના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રો રેલ ફૈઝ -૨ મોટેરા થી ગાંધીનગર ના રૂટ પર સી -૨ પ્રોજેક્ટના સાડા ૬ કી મીટર માર્ગ પર નિર્માણાધિન રેલ્વે રૂટ અને સ્ટેશન્સની વિવિધ કામગીરીનું નિરીક્ષણ તાજેતરમાં કર્યુ હતું. મુખ્યમંત્રીએ આ રૂટ પરના ભાઇજીપુરાથી ચ ૨ સુધીના ધોળાકુવા, રાંદેસણ, ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં થઈ રહેલી નિર્માણ કામગીરીની પ્રગતિની જાત માહિતી સ્થળ મુલાકાત કરીને મેળવી હતી. ત્યાર બાદ વિસતથી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલના રૂટ પર થઈ રહેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો મેળવી હતી.
ગુજરાતમાં સાવજ બાદ વધુ એક વન્યજીવની એન્ટ્રી, લુપ્ત થયેલા ચિત્તા ફરી જોવા મળશે