ગુજરાતમાં સાવજ બાદ વધુ એક વન્યજીવની એન્ટ્રી થશે, વર્ષો પહેલા લુપ્ત થયેલા ચિત્તા ફરી જોવા મળશે

Cheetah Breeding Center : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રની ભેટ,,, કચ્છમાં બન્નીના મેદાનમાં બનશે ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર માટે બ્રિડિંગ સેન્ટર

ગુજરાતમાં સાવજ બાદ વધુ એક વન્યજીવની એન્ટ્રી થશે, વર્ષો પહેલા લુપ્ત થયેલા ચિત્તા ફરી જોવા મળશે

Cheetah In Gujarat : સફેદ રણ, સૌર ઉર્જાનું ઉત્પાદન માટે દુનિયાભરમાં ડંકો વગાડી રહેલુ કચ્છ હવે વધુ મોટી ઉપલબ્ધિ મેળવવા જઈ રહ્યું છે. કચ્છમાં ફરીથી ચિત્તાની વાપસી થશે. ગુજરાત સરકારે કચ્છમાં ચિત્તા સંરક્ષણ પ્રજનન કેન્દ્ર બનાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી માંગી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા બેઠકમાં આ સ્વીકૃતિ આપી દેવાઈ છે. રાજ્યના વન તેમજ પર્યાવરણ મંત્રી મૂળુ બેરાએ તેની માહિતી આપી છે. કેન્દ્ર સરકારની આ જાહેરાતથી ગુજરાતામં ખુશી જોવા મળી રહી છે. કચ્છના કેટલાક સ્થાનિક લોકોનું કહેવુ છે કે, બન્ની ઘાસ ચિત્તાનું પસંદગીનું સ્થળ રહ્યું છે. આવામાં એકવાર ફરીથી ચિત્તાના સંરક્ષણ માટે કચ્છનું ઘાસ ઉત્તમ રહેઠાણ બની રહેશે. ગુજરાત પહેલેથી જ એશિયાઈ સિંહોનું મોટું ઘર છે, ત્યારે હવે અહી ચિત્તા દોડતા જોવામળશે. 

કચ્છ માટે વધુ એક નજરાણું તૈયાર છે. પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભૂતકાળમાં બન્ની ગ્રાસ લેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું તે હવે પુનઃ વિશ્વ ફલક પર જાણીતુ બનશે. કચ્છમાં બન્નીના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્ર માટે બ્રિડિંગ સેન્ટર બનશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને આપી ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન કેન્દ્રની ભેટ આપી છે. 

ગુજરાતમાં પહેલા ચિત્તા હતા જ
વન્યજીવોના એક્સપર્ટસનું કહેવુ છે કે, 1921 સુધી ચિત્તા ગુજરાતના દાહોદ અને સૌરાષ્ટ્રમાં ફરતા હતા. અનેક જનરલમાં તેનો ઉલ્લેખ કરાયેલો છે. જેમાં લખાયેલું છે કે, 1940 ના દાયકાની શરૂઆતમાં ગુજરાતમાં ચિત્તા ફરતા હતા. એક્સપર્ટસે જણાવ્યું કે, ગુજરાતમા ચિત્તાને ફરીથી લાવવામાં આવશે. કચ્છમાં ચિત્તાના શિકાર માટે યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ નથી. ગુજરાત સરકારને ચિત્તાને અહી લાવતા પહેલા એક પ્રજનન સેન્ટર તૈયાર કરવાનું રહેશે. તેમના શિકારની વ્યવસ્થા પણ કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ચિત્તાની પરિયોજના શરૂ કરવામાં આવી હતી, ત્યારે પાંચ સ્થળોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં બન્ની ઘાસનું મેદાન ચિત્તા માટે યોગ્ય પ્રજનન સ્થળમાંથી એક હતું. 

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠું આવશે, જાણો શું કહે છે અંબાલાલની આગાહી
 
કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા માર્ગદર્શનમાં કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકાર દ્વારા આજે મંજૂરી આપવામાં આવી છે તેમ વન મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું.

વન મંત્રી મુળુભાઇએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, દેશમાં ચિત્તાની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે ચિત્તાના સંવર્ધનને ટેકો આપવાના હેતુ સાથે ગુજરાતના કચ્છ જિલ્લાના બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરીને નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, નવી દિલ્હીને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટને આજે તા. ૦૮.૧૨.૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય CAMPAની કાર્યકારી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે.

ગુજરાતમાં ચિત્તા લુપ્ત થયા હતા 
મંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળમાં બન્ની ગ્રાસલેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું. સમયાંતરે ચિત્તા લુપ્ત થયા હતા. ગુજરાતે પહેલ કરીને બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં ચિત્તાનું બ્રીડીંગ સેન્ટર બનાવવા માટેનો પ્રોજેકટ તૈયાર કરીને ભારત સરકારને મોકલવામાં આવ્યો હતો. જેને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપતા હવે કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ પુનઃ ચિત્તાના નિવાસસ્થાન તરીકે વિશ્વફલક પર જાણીતું થશે અને કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news