નરેશ ભાલિયા/જેતપુર: દેશનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ ફિલ્ટર પ્લાન્ટ જેતપુરમાં બની રહ્યો છે, ખાસ કરીને પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રદુષિત પાણીને ચોખ્ખુ કરવા માટે 150 કરોડના ખર્ચે બની રહેલ આ ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થતા જેતપુરના પાણી પ્રદૂષણનો પ્રશ્ન સંપૂર્ણ નાબૂદ થશે. શું છે આ ફિલ્ટર પ્લાન્ટની હકીકત અને કેવો છે આ ફિલ્ટર પ્લાન્ટ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વભરમાં કોટન પ્રિન્ટિંગ માટે જેતપુર પ્રખ્યાત છે. તેવી જ રીતે આ ઉદ્યોગો દ્વારા થતું પાણીનું પ્રદુષણ પણ પ્રખ્યાત છે, જેતપુરનું પાણીનું પ્રદુષણ હવે ભૂતકાળ બને તેવા દિવસો આવી રહ્યા છે, જેતપુરના પાણી પ્રદૂષણનું મુખ્ય કારણ કોસ્ટિક હોય ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયન્સને જેને લઈને જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ દ્વારા દેશનો સૌથી મોટો કોસ્ટિક રિકવરી રિયુઝ પાણીનો ફિલ્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યો છે.


ભાઈ...ભાઈ! ગુજરાતના આ ગામના માણસો જ નહીં કૂતરાઓ પણ છે ‘કરોડપતિ', રસપ્રદ છે કારણ


150 કરોડના ખર્ચે બની રહેલ આ કોસ્ટિક રિકવરી અને રિયુઝ પ્લાન્ટમાં રોજનું 15 લાખ લીટર પાણીને ફિલ્ટર કરીને શુદ્ધીકરણ કરવા સાથે સાથે કોસ્ટિક પણ રિકવર કરવામાં આવનાર છે, પ્રિન્ટિંગ ઉદ્યોગ અને ખાસ કરીને કપડાંના પ્રોસેસમાં કોસ્ટીકનો મોટો ઉપયોગ થાય છે અને તેજ પાણીને પ્રદુષિત કરે છે. જો આ ઉદ્યોગમાંથી નીકળતા પાણીમાંથી કોસ્ટિક કાઢી નાખવામાં આવે તો જેતપુરમાં થતા પાણીના પ્રદુષણની તમામ સમસ્યાનો હલ આવી જાય, જેતપુરના ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયેશન દ્વારા રોજના 15 લાખ લિટરના કોસ્ટિક યુક્ત પાણીને ફિલ્ટર કરી તેમાંથી કોસ્ટિક અને શુદ્ધ પાણી બંને છૂટું કરવાનો પ્લાન્ટ નાખવામાં આવ્યો છે.


જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયન દ્વારા બનાવેલ આ કોસ્ટિક રિકવરી પ્લાન્ટમાં ફિલ્ટર થતા પાણીના કુલ 8% જેટલું કોસ્ટિક છૂટું પાડવામાં આવશે, બાકીનું શુદ્ધ ડિસ્ટીલ પાણી બનશે. જે જોતા અહીં મળેલ પાણીનો ફરી ઉપયોગ કરવામાં આવશે, સાથે સાથે જે કોસ્ટિક ફરી મળશે તેનો પણ ફરીથી ઉપયોગ થશે. આ પ્લાન્ટથી જેતપુરના પ્રદુષણની સમસ્યા ઉકેલવા સાથે સાથે કોસ્ટિક ફરી મળતા તેનો રીયુઝ કરી શકાશે.


'કચ્છની કોયલ' એ જવાનો સાથે ઉજવી રક્ષાબંધન, દેશભક્તિનું ગીત લલકારતા લોકો ઝૂમવા લાગ્યા, જુઓ તસવીરો


દેશના સૌથી મોટા કોસ્ટિક રિકવરી અને રિયુઝ પ્લાન્ટ જેતપુરમાં બની રહેલ છે, અને કામ પૂર્ણતાના આરે છે. જેમાં સામુહિક રીતે કપડાના પ્રોસેસ હાઉસના કોસ્ટિક યુક્ત 15 લાખ લીટર પાણીનું રોજ ફિલ્ટરેશન કરીને કોસ્ટિક પાણી છૂટું પાડવામાં આવશે. આ પ્લાન્ટમાં પાણીને વિવિધ સ્તરે પસાર કરી અને ગરમ કરીને તેની વરાળ બનાવીને પછી ફિલ્ટર કરવાની તકનીક હોય અહીં જે પ્રદુષણ યુક્ત પાણી ફિલ્ટર થશે અને છેલ્લે જે પાણી મળશે તે 100 % ડિસ્ટીલ વોટર હશે, તેનો ફરીથી તેવો ઉદ્યોગમાં ઉપયોગ કરાવશે. અહીં પાણીને ગરમ કરીને કોસ્ટિક રિકવર કરવા સાથે ડિસ્ટીલ વોટર મેળવામાં આવે છે, જે જોતા જેતપુરનું પ્રદુષણ ભૂતકાળ બનશે તે ચોક્કસ છે.


પ્રદુષિત પાણીની સમસ્યા ઉકેલવા માટે જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિયેન દ્વારા જે પગલાં લેવામાં આવેલ છે તે ખરેખર ઉદારણીય છે, ત્યારે અન્ય ઉદ્યોગોએ પણ આ રીતે સારી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈ પણ જાતના પ્રદુષણને નિવારવા પ્રયાસ કરે તે જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube