'કચ્છની કોયલ' ગીતા રબારીએ જવાનો સાથે ઉજવી રક્ષાબંધન, દેશભક્તિનું ગીત લલકારતા લોકો ઝૂમવા લાગ્યા, જુઓ તસવીરો
ઝી ન્યૂઝ/ભુજ: રક્ષાબંધનન એ ભાઈ બહેનના પ્રેમ અને પવિત્રતાનો એક અનોખો પર્વ છે. દેશની સુરક્ષા માટે દિવસ રાત ખડે પગે ફરજ બજાવતા જવાનો પણ એક ભાઈની જેમ આપણી રક્ષા કરતા હોય છે.
ત્યારે તેમની રક્ષા માટે અનેક મહિલાઓ ખાસ રાખડી મોકલી તેમની સલામતી માટે પ્રાર્થના કરે છે. આ પ્રસંગે કચ્છી કોયલ ગીતા રબારીએ પણ ભુજ ખાતે સીમા સુરક્ષા બળના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
પોતાની મધુર અવાજે દેશ વિદેશમાં કચ્છી કોયલના નામે પ્રખ્યાત થયેલા ગીતાબેન રબારી છેલ્લા અનેક વર્ષોથી બી.એસ. એફ. જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે.
આ વર્ષે પણ તેમણે ભુજ ખાતે આવેલા સીમા સુરક્ષા બળના સેક્ટર હેડક્વાટર ખાતે બીએસએફની વિવિધ બટાલિયનના અધિકારીઓ, ઇન્સ્પેકટર સહિત 100 જેટલા જવાનોને રાખડી બાંધી તેમની સલામતીની પ્રાર્થના કરી હતી.
બીએસએફના જવાનો માટે એણે એક ગીત પણ ગાયું હતું. દેશ પ્રેમની વાત કરી હતી જવાનો પણ આ ગીત ઉપર ઝુમયા હતા.
પોતાના પરિવારમાં જેમ રક્ષાબંધનની ઉજવણી કરતા હોય એ રીતે આનંદવિભોર થયા હતા.
Trending Photos