આજનો દિવસ ગુજરાતના 11 જિલ્લાઓ માટે ભારે, જાણો ક્યાં ભારેથી અતિભારે વરસાદની છે આગાહી
Gujarat Weather Forecast : આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી,,,, દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડમાં પડશે અતિભારે વરસાદ...
Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં ચોમાસું બેઠું તેને હજુ એક મહિનો થયો છે. ત્યારે રાજ્યમાં સીઝનનો 80 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો વરસાદ સીઝનની સરેરાશને પણ વટાવી ગયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ યથાવત્ છે. આ બંને ક્ષેત્ર ઉપરાંત ઉત્તર ગુજરાત માટે હજુ બે દિવસ ભારે છે. ગુજરાતમાં સિઝનનો વરસ્યો 78 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો કચ્છમાં 124 ટકા તો જિલ્લાવારમાં જૂનાગઢમાં ખાબક્યો 143 ટકા વરસાદ ખાબક્યો છે. જોકે, ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ છે. આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આજે ક્યાં ક્યાં આગાહી
આજે સોમવારે ગુજરાતના 4 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે. જેમા દ્વારકા અને રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી છે. તો ભાવનગર અને વલસાડમાં પણ ભારે વરસાદ તૂટી પડે તેવી શક્યતા છે. આ સાથે જ આજે ગુજરાતના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. તો જૂનાગઢ, અમરેલી અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આણંદ, વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે. સુરત અને નવસારીમાં પણ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં ચીટરોની ફૌજ વધી, કરોડોનું ફુલેકુ ફેરવીને સુરતનો સુમિત ગોયન્કા ફરાર
મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
24 કલાકમાં ક્યા કેટલો વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરમાં સૌથી વધુ 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો રાજકોટના કોટડાસાંગાણીમાં 3.76 ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત જામનગરના લાલપુર અને અમરેલીના બાબરામાં 3.36 ઈંચ વરસાદ નોંધાયો. રાજકોટના લોધિકા અને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 3.28 ઈંચ વરસાદ નોંધાયો. કચ્છના ગાંધીધામ અને સુરતમાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો. દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર અને ભાવનગરના સિહોરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો. તેમજ 14 તાલુકામાં 2 ઈંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો. 37 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ વરસ્યો. 12 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. આમ, 119 તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો.
આ સાપુતારા છે કે સ્વર્ગ! કાશ્મીરને પણ ટક્કર મારે તેવું વાતાવરણ સાપુતારામાં સર્જાયું
ઉકાઈ ડેમ સૌથી ડેન્જર સ્થિતિમાં
તાપીના ઉકાઈ ડેમમાં ઉપરવાસ મહારાષ્ટ્રમાંથી ભરપૂર પાણીની આવક થઈ રહી છે. મહારાષ્ટ્રના હાથનુંર ડેમના 41 દરવાજાઓ ખોલી 91,395 ક્યુસેક પાણી અત્યાર સુધી છોડાયું છે. જ્યારે પ્રકાશા ડેમના 16 દરવાજાઓ ખોલીને 1,96,079 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ કારણે ઉકાઈ ડેમમાં 2,03,473 ક્યુસેક પાણીનો આવરો થયો છે. જેને લઈ ઉકાઈ ડેમની સપાટી 323.73 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમ માંથી 1000 ક્યુસેક પાણી નહેર વાટે છોડાઈ રહ્યું છે. ડેમનું રુલ લેવલ 333 ફૂટ જ્યારે ભયજનક સપાટી 345 ફૂટની છે.
સરકારી નોકરીની વધુ એક ઓફર, આ વિભાગમાં ભરતીનું આખુ લિસ્ટ બહાર પડ્યું