Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે,જિલ્લાના વાવ,સુઇગામ અને લાખણી પંથકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.તો ભારે વરસાદના પગલે નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું છે તો પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ કીર્તિસ્થંભ વિસ્તારના જાહેર માર્ગ ઉપર પાણી ભરાઈ જતા નગરપાલિકાના પ્રિ-મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થઈ છે જેને લઈને વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વહેલી સવારથી જ મેઘમહેર જામી છે. જિલ્લાના સરહદી પંથક વાવ, સુઇગામ અને લાખણીમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારો અને જાહેર માર્ગો ઉપર પાણી ભરાયા છે. લાખણીની બજારમાં પાણી ભરાઈ જતા રસ્તાઓ પાણી પાણી થયા છે. તો થરાદમાં ધોધમાર વરસાદને લઈને થરાદ-સાંચોર હાઇવે ઉપર પાણી ભરાયા છે. 


જુનાગઢના તબાહીની તસવીરો : વંથલીમાં 14.5, વિસાવદરમાં 13.5, જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદથી ચારે બાજુ પાણી જ પાણી


તો બીજી તરફ ભારત-પાકિસ્તાન બોર્ડર ઉપર આવેલ નડાબેટમાં ધોધમાર વરસાદ વરસતા નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું છે. જિલ્લાના અનેક પંથકોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જોકે પાલનપુરમાં સામાન્ય વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂગ કામગીરીની પોલ ખોલી દીધી છે. પાલનપુરના માધ્યમાં આવેલ કીર્તિસ્થંભ વિસ્તારના જાહેર માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. પાલનપુરના અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા છે.


દ્વારકાધીશ-સોમનાથ દાદાના ચરણોમાં અનંત અંબાણીના લગ્નની કંકોત્રી સમર્પિત, PHOTOs