સુબોધ વ્યાસ/અમદાવાદ : દિગ્ગજ ભારતીય આર્કિટેક્ટ બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી, જેમણે ન માત્ર ઇમારો બનાવી પરંતુ સંસ્થા પણ બનાવી. બી.વી દોશીને તેમનાં આર્કિટેક્ટ ક્ષેત્રે અભૂતપુર્વ યોગદાન આપવા બદલ પ્રિત્ઝકર પ્રાઇઝથી સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રિત્ઝકર પ્રાઇઝ આર્કિટેક્ચર ક્ષેત્રનું નોબેલ પ્રાઇઝ ગણાય છે. આજે સાંજે આ અંગેની અધિકારીક જાહેરાત થઇ હતી. પુણેમાં જન્મેલા 90 વર્ષીય દોશી આ સન્માન મેળવનારા એકમાત્ર ભારતીય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાલકૃષ્ણનો જન્મ એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. તેમનાં અનુસાર તેમનાં જીવનમાં દરેક વસ્તું અચાનક અથવા ચમત્કાર જેવી જ થઇ છે. તેઓને પહેલા પેઇન્ટિંગમાં રસ હતો. જો કે એક દિવસ શિક્ષકે કહ્યું કે, તારે આર્કિટેક્ટર ક્ષેત્રે જવું જોઇએ અને તેઓએ આ ક્ષેત્રમાં જંપ લાવી દીધું. 3 વર્ષ અભ્યાસ કર્યા બાદ તેમનાં સીનિયર સાથે લંડન ગયા. લંડનમાં કામ પુરૂ થયા બાદ પેરિસ ગયા. પેરિસમાં કામ પુરૂ થયા બાદ ચંડિગઢ ટાઉન પ્લાનિંગ કર્યું. જો કે નહી ફાવતા તેઓ અમદાવાદ આવ્યા હતા. અહીં તેઓએ પોતાની કામગીરી ચાલુ કરી હતી.


દોશીનાં નામની જાહેરાત કરતા હાજર જ્યુરીએ કહ્યુ કે, વર્ષોથી બાલકૃષ્ણ દોશીએ એવી ડિઝાઇન બનાવી છે જે ગંભીર છે. ક્યારે પણ ભડકીલી નથી રહી અને ટ્રેન્ડથી અલગ હતી. જવાબદારી અને પોતાનાં દેશનાં નિવાસીઓ માટે કંઇક કરવાની ઇચ્છા સાથે તેમણે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઉપયોગીતાવાળા પ્રોજેક્ટ, શૈક્ષણિક અને સાંસ્કૃતીક સંસ્થાઓ, પ્રાઇવેટ ક્લાઇન્ટ્સ માટે ઘર બનાવ્યા. મુંબઇની વિખ્યાત જે.જે સ્કૂલ ઓફ આર્કિટેક્ચરનાં વિદ્યાર્થી રહેલા દોશીએ 1950નાં દશકમાં દિગ્ગજ લિ.કોર્બ્યૂજરે કંપની સાથે કામ કર્યું હતું. ત્યાર બાદ તેઓ ભારત પરત ફર્યા હતા.


બી.વી દોશીએ વર્ષ 1955માં પોતાનો સ્ટૂડિયો વાસ્તૂ શિલ્પ બનાવ્યો અને ઇન્ડિયન ઇન્સિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ ડિઝાઇનીંગ કેમ્પરમાં લુઇ ખાન અને અનંત રાજે સાથે કામ કર્યું. આ ઉપરાંત તેઓએ બેંગ્લોર, લખનઉ, નેશનલ ઇન્સ્ટિટ્યુ ઓફ ફેશન ટેક્નોલોજી, ટાગોર મેમોરિયલ હોલ, ઇનસ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી સહિત ભારતનાં ઘણા પરિસરોમાં આ ડિઝાઇનિંગ માટે ગયા. દોશીનો પરિવાર ફર્નિચર બનાવતો હતો. તેઓ ZEE NEWS સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે તેમને પ્રેરણા પોતાનાં દાદાજીનાં ઘરમાંથી મળી હતી.


તેઓ સંસ્થા નિર્માતા સ્વરૂપે પણ જાણીતા છે. દોશી સ્કૂલ ઓફ આર્કિટેક્ચરનાં ફાઉન્ડર ડાયરેક્ટર, સ્કૂલ ઓફ પ્લાનિંગ સહિત ઘણી સંસ્થાનાં ફાઉન્ડર ડાયરેક્ટર રહી ચુક્યા છે. પુરસ્કાર મળ્યા બાદ દોશીએ કહ્યું કે, મારૂ કામ જીવન, દર્શન અને સપનાઓનો વિસ્તાર છે. હું આ પુરસ્કાર મારા ગુરૂ લિ.કોબ્યૂર્જરેને સમર્પિત કરૂ છું.