Dividend Stock: આ ત્રણ કંપનીઓએ કરી ડિવિડેન્ડની જાહેરાત, શું તમારી પાસે છે શેર?
Dividend Stocks: બજાર બંધ થયા બાદ કંપનીઓએ પોતાના ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યાં છે. હેવેલ્સ ઈન્ડિયા (Havells India) અને ઈન્ડિયામાર્ટ ઈન્ટરમેશ (IndiaMART InterMESH)એ પરિણામ જાહેર કર્યાં. પરિણામની જાહેરાતની સાથે-સાથે બંને કંપનીઓએ ડિવિડેન્ડની પણ ભેટ આપી છે.
Havells India Q4 Results
FY24 ના ચોથા ક્વાર્ટરમાં હેવેલ્સ ઈન્ડિયાનો નેટ પ્રોફિટ 24.1 ટકા વધી 448.86 કરોડ રૂપિયા થઈ ગયો છે. એક વર્ષ પહેલા સમાન ગાળામાં નફો 361.71 કરોડ રૂપિયા રહ્યો હતો. તો કંપનીનું રેવેન્યૂ 11 ટકા વધી 5,434.34 કરોડ રૂપિયા થઈ ગયું છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં તે 4,849.59 કરોડ રૂપિયા હતું.
Havells India: 600% ડિવિડેન્ડની ભેટ
પરિણામની સાથે Havells India એ ઈન્વેસ્ટરોને 600 ટકા ડિવિડેન્ડની ભેટ આપી છે. કંપનીએ 1 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 6 રૂપિયા એટલે કે 600 ટકા ફાઇનલ ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
IndiaMART Q4 Results
બજાર બંધ થયા બાદ IndiaMART ના પરિણામ આવ્યા. FY24 નો માર્ચ ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 78 ટકા વધી 99.6 કરોડ રૂપિયા થઈ ગયો. એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં નફો 55.8 કરોડ રૂપિયા હતો. ચોથા ક્વાર્ટરમાં કંપનીનું કંસોલિડેટેડ રેવેન્યૂ 17 ટકા વધી 314.7 કરોડ રૂપિયા રહ્યો. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં તે 268.8 કરોડ રૂપિયા હતો.
IndiaMART: 200% ડિવિડેન્ડની જાહેરાત
એક્સચેન્જ ફાઈલિંગ પ્રમાણે IndiaMART એ બોર્ડના ઈન્વેસ્ટરોને 10 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 20 રૂપિયા એટલે કે 200 ટકા ફાઈનલ ડિવિડેન્ડની ભેટ આપી છે.
Exide Industries Dividend Details
FY24 ના માર્ચ ક્વાર્ટરમાં એક્સાઇડ ઈન્ડસ્ટ્રીઝનો નફો વધી 184 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન આવક 3677 કરોડ રૂપિયાથી વધી 4173 કરોડ રૂપિયા થઈ ગયો છે. કંપનીએ 2 રૂપિયા પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત કરી છે.
Trending Photos