ભારતીય નૌ સેના બની વધારે મજબૂત, સમાવેશ કરાયો સુવિધાઓથી સજજ સીએસ ડ્રોનીયર સ્કોવોડ્રનનો
ભારતીય સમુદ્રની સુરક્ષા માટે હર હંમેશાં કાર્યરત ભારતીય નૌ સેનામાં આઇએનએએસ 314 સ્કોવોડ્રનનો સમાવેશ થતા ભારતીય નૌ સેના વધુ મજબૂત બની છે. આધુનિક રડાર સહિતની સુવિધાઓથી સજ્જ 4 સીએસ ડ્રોનીયર સ્કોવોડ્રનની પોરબંદર નેવલ એર એન્કલેવ ખાતે એવીએસ અને વીએસમ ડેપ્યુટી ચીફ વાઈસ એડમીરલ એમ એસ પવારની ઉપસ્થિતિમાં કમિશનિંગ સેરેમની યોજાઈ હતી.
અજય શીલુ/પોરબંદર : ભારતીય સમુદ્રની સુરક્ષા માટે હર હંમેશાં કાર્યરત ભારતીય નૌ સેનામાં આઇએનએએસ 314 સ્કોવોડ્રનનો સમાવેશ થતા ભારતીય નૌ સેના વધુ મજબૂત બની છે. આધુનિક રડાર સહિતની સુવિધાઓથી સજ્જ 4 સીએસ ડ્રોનીયર સ્કોવોડ્રનની પોરબંદર નેવલ એર એન્કલેવ ખાતે એવીએસ અને વીએસમ ડેપ્યુટી ચીફ વાઈસ એડમીરલ એમ એસ પવારની ઉપસ્થિતિમાં કમિશનિંગ સેરેમની યોજાઈ હતી.
Nityananda : લંપટ નિત્યાનંદ સંતાયો છે દક્ષિણ અમેરિકાના હોન્ડુરાસમાં! જાહેર થઈ બીજી ચોંકાવનારી માહિતી
પડોશી દેશ અને આતંકીઓ દ્વારા ભૂતકાળમાં દરિયાઈ માર્ગનો દૂર ઉપયોગ કરીને અનેક આતંકી ઘટનાઓ અને સ્મગલિંગ સહિતના ગેરકાનુની કાર્યો કરવામાં આવ્યા છે ત્યારે આવા તમામ કૃત્યોને નેસ્તનાબુદ કરવા અને ભારતીય દરિયાઈ વિસ્તારને સુરક્ષીત કરવા માટે ભારતીય નૌ સેના દ્વારા સતત નવી આધુનીક ટેકનોલોજીથી સજ્જ જહાજો અને શીપોની મદદ લેવાઈ રહી છે. ગુજરાતનો દરિયાઈ વિસ્તારને વધુ સંવદેનશીલ ગણવામાં આવે છે ત્યારે આ વિસ્તારની દરિયાઈ સુરક્ષા વધુ સજ્જ બને તે માટે પોરબંદર એર એન્કલેવ ખાતે આજે આઇએનએએસ 314 સ્કોવોડ્રનનું કમિશનિંગ કરવામાં આવ્યું હતું.
Rape in Rajkot : 8 વર્ષીય બાળા પર બળાત્કાર, વિગતો છે ચોંકાવનારી, સલામત ગુજરાતના દાવા પોકળ
ભારતીય નૌ સેનામાં સામેલ થયેલ 314 સ્કોવોડ્રનના ડ્રોનીયર એરફ્રાટ આધુનીક સુવિધાઓથી સજ્જ એરક્રાફ્ટ છે.આ એરક્રાફ્ટના સમાવેશ કરવા પાછળનો ઉદેશ્ય દરિયાઈ કોસ્ટલ એરીયાની સુરક્ષામાં વધારો કરવાનો છે. આ એરક્રાફ્ટમાં મેરીટાઈમ રેકી અને આધુનીક રડાર સહિતની સુવિધાઓને કારણે દુશ્મનના દૂર દૂર સુધી રહેલ યુદ્ધપોતની તમામ માહિતી મેળવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....